સુરત : સુરતમાં નવનિર્મિત બિલ્ડિંગમાં પાણીની ટાંકીમાં એક યુવકનું રહસ્યમય રીતે મૃત્યુ નિપજ્યું છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલા રાજહંસ ક્રિનલ નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા 37 વર્ષીય સંતોષ દેવીદાસ પાટીલ જેઓ ઉધના ત્રણ રસ્તાઓ ખાતે રહેતા હતા. તેઓનું વેહલી સવારે બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણીની ટાંકીમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા કામદારો દોડતા થઇ ગયા હતા. આ જોઈએ બિલ્ડીંગના સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી વેસું પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને મૃતદહેનો કબજો લઇ મૃત્યુનું સાચું કારણ જાણવા માટે નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સવારે અમે બધા નોકરી બુકમાં એન્ટ્રી પડતા હતા, ત્યારે બિલ્ડીંગમાં અમારું કામ ઉપર નીચે કરવાનું છે. જેમાં એક ટીમમાં અમે 13 લોકો છીએ. તો નોકરી બુકમાં એન્ટ્રીમાં વખત 12 નામ બતાવતા અમે જોયું તો એમાં સંતોષભાઈનું નામ ન હતું. તો અમે તેમને શોધ્યા કારણ કે તેમની પાસે ફોન પણ ન હતો. પછી અમે બિલ્ડીંગના બેઝમેન્ટમાં ગયા ત્યાં પણ જોયું, પરંતુ તેઓ જોવામાં આવ્યા નહીં, ત્યાં પાણીની ટાંકી પણ હતી, ત્યાં જોયું તો સંતોષના ત્યાં તરતી હાલમાં મળી આવ્યો હતો. જેથી હાજર લોકો બધા ગભરાઈ ગયા હતા. આ જોઈને સિક્યુરિટી ટીમ પણ દોડતી થઇ ગઇ હતી. જોકે પોલીસને જાણ કરતા વેસું પોલીસ આવી પહોંચી હતી. તેઓનો મૃતદેહ બહાર કાઢી અહીં સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો છે. મૃતક ત્રણ મહિના પહેલા સુરત રોજગારી માટે આવ્યો હતો. - સંદીપ (મૃતકનો મિત્ર)
પોલીસનું નિવેદન : આ બાબતે વેસું પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગામીતે જણાવ્યું કે, આ ઘટના આજે સવારે 8 વાગ્યે બની હતી. મૃતક સંતોષ દેવીદાસ પાટીલ જેઓ 37 વર્ષના હતા. તેઓ ઉધના ત્રણ રસ્તાઓ ખાતે રહેતા હતા. ત્રણ મહિના પહેલા જ સુરત રોજગારી માટે આવ્યા હતા. તેઓ મૂળ વતન મહારાષ્ટ્રના ધુલિયાના મોરીગામના હતા. તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. તેમના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. જે વતનમાં રહે છે અને સંતોષ સુરતમાં એકલો ગામવાસીઓ સાથે રહેતો હતો.
મૃત્યુનું સાચું કારણ : વધુમાં જણાવ્યું કે, જ્યારે સંતોષને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના મોં માંથી ખૂબ જ દારૂનો સ્મેલ આવતો હતો. તે પાણીમાં તરતો હતો. પાણી વધારે હતું નઈ તે નશાની હાલતમાં અંદર પડી ગયો હતો તેવું લાગે છે, પરંતુ તેના શરીર પર કોઈપણ ઇજાના નિશાનો નથી, 10 ફૂટની ટાંકી હતી. હાલ તો પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકશે.