સુરત : શહેર સહિત રાજ્યમાં ભરમાં ક્રિકેટ રમતી વખતે અથવા તો અન્ય કોઈ કાર્ય દરમિયાન 6થી 7 લોકોના મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે સુરતમાં મૃ્ત્યુનો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં 44 વર્ષીય યુવકનું યોગાસન કરતી વખતે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ પાસે સંતાલાલ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય મુકેશભાઈ ખીમજીભાઇ મેદપરા જેઓ યોગાસન કરી રહ્યા હતા. તે દરમિયાન મૃત્યુ નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
એસીડીટી ઉલટી : 44 વર્ષીય મુકેશભાઈ અચાનક જ પેટમાં એસીડીટી થતા તેઓ પાણી પીધું હતું. ત્યારબાદ તેઓએ ઉલ્ટીઓ થતી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ આ મામલે કાપોદ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધીરે છે.
આ પણ વાંચો : Surat News : યુવા અવસ્થામાં હાર્ટ અટેકથી બચવા માટે માત્ર આટલું કરો
શું બન્યો હતો સમગ્ર બનાવ : આ બાબતે યોગા ક્લાસના મેમ્બર એવા જસ્મીન ગોરશિયાએ જણાવ્યું કે, અમારું કિરણ હરે કૃષ્ણ ફાર્મમાં ક્લાસ ચાલે છે. ત્યાં મુકેશભાઈ મેદપરા વાર તહેવારે આવતા રહે છે. તે જ રીતે આજરોજ ધુળેટીનો તહેવાર હતો, જેથી તેઓ આવ્યા હતા. તેઓ પોતાની પત્ની જોડે આવે છે. તેમના પત્ની પણ યોગાસન કરાવે છે. આજરોજ સવારે તેમને એવું લાગતું હતું કે, પેટમાં એસીડીટી થઈ હોય એમ જેથી અમે લોકોએ તેમને ગાદલા પર સુવડાવ્યા હતા. અમે પાણી પીવડાવ્યું તો તેઓ ઉલટી કરી દીધી હતી. જેથી તેમને અમે લોકોએ ઓટો રીક્ષામાં ડાયમંડ હોસ્પિટલ લઇ ગયા હતા, ત્યાં ડોક્ટરે જોઈ તપાસી કહ્યું હતું કે, તેમનું હૃદય બંધ થઈ ગયું છે.
આ પણ વાંચો : Professor Death: બોસમિયા કૉલેજના પ્રોફેસરનું લાઈબ્રેરીમાં મોત, આવ્યો હાર્ટ એટેક
પોલીસનું નિવેદન : આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ.ભેડાએ જણાવ્યું કે, સવારે 7 વાગ્યે આ ઘટના બની હતી. અમને ડાયમંડ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે,આ રીતે 44 વર્ષીય મુકેશભાઈ ખીમજીભાઇ મેદપરા જેઓ યોગાસન કરતી વખતે તેમને છાતીમાં દુખાવો થતા તેમને અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓનું અર્ધે રસ્તે જ મૃત્યુ થઈ ગયું હતું તેવું ડાયમંડ હોસ્પિટલના ડોક્ટર ગૌરવ રૈયાણી જણાવ્યું હતું. હાલ આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.