ETV Bharat / state

RTE Admission: કારણ વગર એડમિટ કાર્ડ રિજેક્ટ કરતા વાલીઓ લડી લેવાના મૂડમાં - Surat Private school issue

RTE હેઠળ એડમિશન મુદ્દે વધુ એક સ્કૂલ વિવાદમાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વી.એન.ગોધાણી સ્કૂલની મનમાનીથી વાલીઓ પરેશાન થયા છે. શાળાના આચાર્ય સરકારના નિયમને ઘોળીને પી ગયા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. અન્યાય થયાના આક્ષેપ સાથે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે રજૂઆત માટે પહોચ્યા હતાં. બાળકોને એડમિટ કાર્ડ મળી ગયા હોવા છતાં સ્કૂલ તરફથી એ રિજેક્ટ કરી દેવાયા હતા.

Surat RTE admission controversy : વી.એન.ગોધાણી સ્કૂલમાં RTE એડમિશન મુદ્દે વિવાદ સર્જાયો

author img

By

Published : Jun 6, 2023, 1:59 PM IST

સુરત: ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી શકે તે માટે RTEની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાના આચાર્ય સરકારના આ નિયમને ગણકારતા ન હોય એવો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વી.એન.ગોધાણી સ્કૂલની લાલિયાવાડીથી વાલીઓ DEO કચેરી સુધી રજૂઆત માટે પહોંચ્યા હતા. RTEમાંથી બાળકોને એડમિટ કાર્ડ આપ્યા હોવા છતાં સ્કૂલમાં એડમિશન ન આપતા વિવાદ સર્જાયો છે.

એડમિશનમાં અવરોધઃ આ બાબતે વાલીઓએ જણાવ્યું કે, અમે બધાએ RTEમાં ફોર્મ ભર્યું હતું. તેમાં નંબર લાગ્યો છે. ગવર્મેન્ટના નિયમ મુજબ અમને એડમિટ કાર્ડ પણ મળી ગયું છે. વી.એન.ગોધાણી સ્કૂલમાંથી કહેવામાં આવ્યું કે, તમારું ફોર્મ RTEમાં રિજેક્ટ કરવામાં આવ્યું છે. તેનું અમે કારણ પૂછ્યું તો અમને કહેવામાં આવ્યું કે, અમે કારણ નહીં આપીએ. અમે ગવર્મેન્ટને કારણ આપીશું. સરકારે તમારા બાળકોને એડમિશન આપ્યું છે. જેથી અમે તમામ લોકો જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા.

ખાનગી સ્કૂલની મનમાનીઃ આ બાબતે અન્ય એક વાલીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર તરફથી બાળકોને RTE માં જે સહાય મળે છે. તેમાં અમે અમારા બાળકોનું ફોર્મ ભર્યું હતું. અમારા બાળકોનો વી.એન.ગોધાણી સ્કૂલમાં બીજા રાઉન્ડમાં નંબર લાગી ગયો છે. અમે પહેલી તારીખે એડમીશન કાર્ડ આપવા માટે ગયા હતા. તેઓ બપોરે ઇન્કવાયરી માટે આવી ગયા હતા. ખાનગી સ્કૂલની મનમાની એવી છે કે, પ્રુફ આપ્યા છતાં એડમિશન આપતા નથી.

આચાર્યનો ઈરાદો સ્પષ્ટઃ વાલીઓ પોતાની વાત કરતા આગળ ઉમેરે છે કે, અમે પ્રુફ સબમીટ કરાવી દીધા હોવા છતાં અમને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. અમે સ્કૂલે મળવા ગયા તો ત્યાં એમ જ કહેવામાં આવ્યું કે, સાંજે ફોન કરી દેવામાં આવશે. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા તો તેઓ અમારા બધા જ વાલીઓ સાથે ગેરવર્તન કર્યું. આમ આચાર્યનો ઈરાદો એના વર્તન પરથી સ્પષ્ટ થયો હતો.

ડૉક્યુમેન્ટની વાત કહીઃ બધા વાલીઓને ફોન આવા લાગ્યો કે, ફોર્મ RTE માં કેન્સલ થઇ ગયું છે. કારણ કે, તમારા ડોક્યુમેન્ટ બરોબર નથી. જેને લઈને અમે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવ્યા છીએ. ગવર્મેન્ટ તરફથી અમારા બાળકને વી.એન.ગોધાણી સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું છે. પછી સ્કૂલ કઈ રીતે એડમિશન કેન્સલ કરી શકે છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગળની તપાસ હાથધરી છે. જોકે, જિલ્લા શિક્ષણાધિકારી હાલ તો કોઈ સ્પષ્ટતા કરી નથી.

  1. સુરત RTE પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા DEO વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત
  2. RTE Admission in Surat : 207 અરજીઓ ખોટી, સુરત ડીઇઓ દ્વારા આરટીઇ એક્ટ હેઠળ શાળા પ્રવેશ માટે ગેરરીતિની તપાસ શરુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.