ETV Bharat / state

Surat Theft case: બેરોજગાર યુવાને આર્થિક ભીંસમાં આવી જતા મોટરસાયકલની કરી ચોરી - Surat Theft case

સુરતમાં બેરોજગાર યુવાન આર્થિક ભીસમાં (Surat Theft case) આવી જતા મોટર સાયકલ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસએ બે બાઇક કે જેની કિંમત કિંમત રુપિયા 30000 થતી હતી જેને કબજે લીઇને આગળની તપાસ હાથ ધરી છે.

Surat Theft case: બેરોજગાર યુવાને આર્થિક ભીંસમાં આવી જતા મોટરસાયકલની કરી ચોરી

author img

By

Published : Jan 26, 2023, 3:52 PM IST

સુરત: આર્થિક ભીસમાં આવી જતા મોટર સાયકલ ચોરી કરનાર યુવાનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વરાછા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતા સમયે પોલીસને આરોપી પાસેથી જાણવા મળ્યું કે બેરોજગાર હોવાના કારણે તેણે બાઈકની ચોરી કરી હતી.

વાહન ચોરીની ઘટનાઓ: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે સુરત પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં વાહનચોરીના ગુનાઓને શોધી કાઢવા અને આરોપીઓને શોધી અને સજા આપવા ખાસ ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી. જે દરમિયાન પુણા લેન્ડમાર્ક પાસે જાહેર રોડ પર ચોરીની બાઈક સાથે એક યુવાન ઊભો છે.

આ પણ વાંચો Ahmedabad Crime : રાજ્યની મોટી ઈવેન્ટમાં ચોરી કરનાર ઝારખંડની ગેંગનો યુવક ઝડપાયો

અશોક બેરોજગાર: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 વર્ષીય અશોક બંસીદાસ વૈષ્ણવની ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનના ટીકર જિલ્લાના રહેવાસી અને હાલ તે સુરતમાં રહે છે. પોલીસે અશોક પાસેથી નંબર પ્લેટ વગરની હિરો કંપનીની એચ.એફ.ડિલક્ષ મોટર સાયક્લ કિંમત રુપિયા -30000/- ની મત્તા સાથે ઝડપી પાડેલ છે. અશોક પાલેથી બે બાઇક પોલીસને મળી આવી હતી. મહત્વની વાત એ છે કે અશોકએ પોલીસને જણાવ્યું હતું કે તે બેરોજગાર હોવાના કારણે તેણે બાઇકની ચોરી કરી છે.

આ પણ વાંચો Theft in M.S Uni: વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલ રૂમમાંથી પંદર હજારની ચોરી

પાર્કિંગમાંથી ચોરી કરી: પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, આરોપીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મોટર સાયકલ આશરે વીસ-બાવીસ દિવસ પહેલા જુની બોમ્બે માર્કેટના પાર્કિંગમાંથી ચોરી કરી હતી. તેની નંબર પ્લેટ કાઢી સુરત શહેરમા ફેરવતા હોવાની કબૂલાત આરોપીએ કરી છે. અને ચોરી બાબતે નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. આરોપીને વાહન ચોરીના ગુનામાં આગળની તપાસ માટે વરાછા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરવામાં આવી છે.

એક જ જગ્યાએ પાર્ક: સુરતના પુણાગામ, વરાછા, કતારગામ, કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાં સૌથી વધુ નોંધાય છે. આ વિસ્તારમાં હીરાના કારખાના સહિત અન્ય ઉદ્યોગો પણ આવેલ છે. મોટાભાગે લોકો અવરજવર માટે ટુવિલર વાહનો ઉપયોગમાં લેતા હોય છે. આજ કારણ છે કે વાહન ચોરો સહેલાઈથી આ વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. આ વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં ટુ-વ્હીલર એક જ જગ્યાએ પાર્ક કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.