ETV Bharat / state

Surat Udhana police : સુરત ઉધના પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુન્હામાં છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી - Surat Udha police

સુરત ઉધના પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુન્હામાં છેલ્લા 26 વર્ષથી નાસતાફરતા આરોપી સંજય ખીરા પ્રધાન અને રંજનકુમાર સીરોદ પ્રધાનની ઓરિસ્સામાં આવેલ કોચીલા ગામથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે વેસપલટો કરી પાંચ દિવસ સુધી ત્યાં રોકાઈ હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 4:16 PM IST

Updated : Aug 28, 2023, 8:48 AM IST

છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ

સુરત : પોલીસને બાતમી મળી હતી કે, બંને આરોપીઓ ગામની બહાર આવેલ નદી કિનારે ઝોપડું બંધીને રહેતા હતા. ત્યારે બંન્ને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ બંને આરોપીઓ અને તેમના અન્ય સાથી મિત્રો વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં 1998માં 307 અને રાયોટિંગનો ગુન્હો દાખલ થયો હતો.

ઉધના પોલીસ સ્ટેશનમાં 1998ના વર્ષમાં 307 અને રાયોટિંગની ઘટના બની હતી. જેમાં રોહિત કુમાર નાયકની ઉપર 6 લોકોએ હત્યાના ઇરાદેથી ચાકુથી હુમલો કર્યો હતો. જેને કારણે તેઓ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તે સમય દરમિયાન પોલીસે આરોપીના ધરપકડ કરવા માટે પ્રયાસ કર્યા હતા. જેમાં સંજય પ્રધાન, રંજન પ્રધાન, સમીર ભોલા, રામ ભોલા, આદિત્ય પ્રધાન અને સુમન નાયક આ 6 આરોપીઓ આ ગુન્હામાં સામેલ હતા. તેઓ સુરત છોડી પોતાના ગામ ઓરિસ્સા ભાગી ગયા હતા. જે મુજબની હકીકત પોલીસને મળી હતી, જેથી પોલીસે અવારનવાર આ તમામ આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ આરોપીને પકડવા જાય ત્યારે તેઓ પોતાના ગામેથી ભાગી જતા હતા. - ભગીરથસિંહ ગઢવી, સુરત પોલીસ ડીસીપી ઝોન -3

વેશપલટો કરીને આરોપીઓને પકડ્યા : પોલીસ આરોપીઓને પકડવા માટે આવતી ત્યારે તેઓ નાવડીમાં બેસીને નદીની સામેની બાજુએ પશ્ચિમ બંગાળની હદમાં જતા રહેતા હતા. જોકે હવે પોલીસે આરોપી સંજય ખીરા પ્રધાન અને રંજનકુમાર સીરોદ પ્રધાનની ઓરિસ્સામાં આવેલ કોચીલા ગામથી ધરપકડ કરી છે. ત્રણ પોલીસ જવાનો દ્વારા વેસપલટો કરી પાંચ દિવસ સુધી ત્યાં રોકાયા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી સુરત લઈને આવ્યા હતા.

  1. Charas Recovered Jakhau Beach : કચ્છના જખૌ નજીકના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
  2. Nuh Violence: નૂંહમાં બ્રજ મંડળની યાત્રા માટે કલમ 144 લાગુ, 28 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

Last Updated : Aug 28, 2023, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.