સુરત : રાજ્ય ગૃહપ્રધાનના શહેરમાં જ દિવસને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. તેઓને પોલીસનો ડર જ રહ્યો નથી. ત્યારે સુરતમાં પોતાના અંગત અદાવતમાં ઝઘડો કરીને હત્યાનો પ્રયાસ કરી પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે તેવી એક ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રિયંકા ગ્રીનપાર્ક સોસાયટી પાસે ગઈકાલે સાંજે કેટલા અસામાજિક તત્વો પોતાના અંગત અદાવતના કારણે બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જોતાની સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ત્યાં પહોંચીને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો : આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.એન. ગમીતે જણાવ્યું કે, પાંડેસરા પોલીસ સ્ટેશનને કોલ મળ્યો હતો કે, પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી પાસે કેટલાક લોકો જાહેરમાં ધમાલ મચાવી રહ્યા છે. તે સાથે જ એક વ્યક્તિને કેટલાક લોકો માર મારી રહ્યા છે. જેથી અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં આ કામના ફરિયાદી પંકજ ગોપાલ પાસવાન જેઓ 22 વર્ષના છે. તેઓ ત્યાં દૂધ આપવામાં માટે આવ્યા હતા. ત્યાં જ તેમની પર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા ધરપકડ
બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો : વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ફરિયાદીને પેટામાં ચાકુ પગમા અને માથાના ભાગે ગંભીર ઈજા હોવાને કારણે તેમને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં રીફર કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી છોટે તેના અને રોકી વર્મા નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Surat Crime : ઉમરપાડા તાલુકામાં જમીનના ઝઘડામાં પરિવાર પર હુમલો, ચાર આરોપીની ધરપકડ
સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ : ભેસ્તાનમાં બે યુવાન પર હુમલો કર્યાની ઘટના CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ફરિયાદી આપવા માટે આવેલ હોય અને ત્યાં ઉભો રહીને વાતચીત કરતા હોય છે, ત્યારે તેમને સામેથી વાઈટ શર્ટ પહેરેલો વ્યક્તિ આવે છે. તેમની પછાડેથી લાલ શર્ટ પહેરેલ વ્યક્તિ આવે છે. લાલા શર્ટ પહેરેલા વ્યક્તિએ તેમની પર હુમલો કરે છે. ત્યારબાદ વાઈટ શર્ટ વાળો વ્યક્તિ પાછળથી હુમલો કરે છે, ત્યારબાદ એક વ્યક્તિ ત્યાં આવી પહોંચે છે. ફરિયાદીને ઢોર માર મારવામાં આવે છે. તે સાથે જ એક વ્યક્તિ પોતાના હાથમાં ચાકુ જેવા હથિયારથી વ્યકિતના પેટના ભાગે માર મારે છે અને તેમને બચાવવા માટે ત્યાંથી એક વ્યક્તિ કુહાડી લઈને આવે છે. સમગ્ર મામલે પોલીસે CCTVના મદદથી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.