સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સુરતના મેમણ સ્કૂલના ઓટોરિક્ષાનો વીડીયો જોઈ દરેક વાલીઓને ચિંતા થાય છે. વીડિયોમાં કેદ થયેલા દ્રશ્યો ભવિષ્યમાં ક્યારેક પણ દુર્ઘટનામાં પરિવર્તિત થઈ શકે છે. જેની ગંભીરતાને ધ્યાને લઇને સુરત ટ્રાફિક પોલીસના એસીપી ચૌહાણ દ્વારા શાળાના સંચાલકો અને વાલીઓ સાથે મીટીંગ યોજી હતી.
આ મીટીંગમાં જણાવ્યું હતુ કે, વાલીઓ અને ઓટો રિક્ષા ચાલકો સાથે મળીને એક ફી નિર્ધારિત કરે જેથી ઓટો રિક્ષા ચાલકો વધારે બાળકોને બેસાડે નહીં, સાથે સાથે પોલીસે ચેતવણી પણ આપી હતી.15મી ઓક્ટોબર બાદ નવા કાયદા મુજબ પોલીસ કાયદાકીય પગલાં પણ ભરશે.