સુરત : દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને (South Gujarat Textile Processors)ફરી એકવાર જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. SGTPA જે સ્થાનિક પ્રોસેસિંગ એકમોના પ્રતિનિધિ છે તેણે કોલસા અને કાચા માલના ભાવમાં વધારાને (Rising prices of coal and raw materials)કારણે જોબ ચાર્જમાં ફરી એકવાર 10 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જોબ ચાર્જમાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન(Surat textile processors ) દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોલસામાં 40 ટકા, હાઈડ્રોમાં 45 ટકા, પોલિસોલમાં 50 ટકા, એસિડિક એસિડ, નાઈટ્રિક એસિડ, કોસ્ટિક સોડામાં 30 થી 50 ટકા. જોબ ચાર્જમાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. સમિતિના તમામ સભ્યોનું માનવું છે કે જે એકમો હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માગે છે તે ત્યારે જ ટકી શકશે જો તેઓ દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા તેમના એકમને મૃત્યુની અણી પરથી ઊંચકવાના લીધેલા નિર્ણયને માન આપે.
આ પણ વાંચોઃ 10 ટકા Additional chargeને લઇ મિલસંચાલકો અને ફેડરર સામસામે
કોલસાના ભાવમાં ગત વર્ષથી વધારો
આ અંગેની વિગતો આપતાં SGTPAના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, કોલસાના ભાવમાં ગત વર્ષથી વધારો થઈ રહ્યો છે. સાથે જ ડાઈંગ પ્રિન્ટિંગમાં પણ 35 થી 50 ટકાનો વધારો થયો છે. આ બેઠકમાં દરેકના સૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોબ ચાર્જમાં 10ટકાનો વધારો કરવામાં આવશે.
સપ્તાહમાં 2 થી 3 દિવસની રજા લેવાની પણ વાત
નોંધનીય છે કે અગાઉ દિવાળીમાં પણ SGTPA દ્વારા જોબ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. જોબ ચાર્જમાં વધારો થયા બાદ ઘણા એકમો હરીફાઈમાં આવી ગયા હતા અને ભાવ ઘટાડી વેચી દીધા હતા. જે ભાવ વધારવા માટે સમજાવવામાં આવશે, તેવી વાત બેઠકમાં કરવામાં આવી હતી. આ સાથે સપ્તાહમાં 2 થી 3 દિવસની રજા લેવાની પણ વાત કરવામાં આવી હતી જેથી ઉત્પાદન નિયંત્રણમાં રહે.
આ પણ વાંચોઃ સુરત બોક્સ પેકીંગ એસોસિએશનનો 15 થી 20 ટકાના ભાવ વધારા સાથે ઓર્ડર લેવાનો નિર્ણય