ETV Bharat / state

મિચોંગ વાવાઝોડાના કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 200 કરોડ રૂપિયાના વેપાર પર અસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 2:07 PM IST

મિચોંગ વાવાઝોડાની અસર માત્ર તમિલનાડુના સ્થાનિકો જ નહિ, પરંતુ સુરતના કાપડ વેપારીઓ પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ ભારતમાં ઉજવાતા પર્વ પોંગલને લઈ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના વેપારીઓ ખરીદી કરવા સુરત આવતાં હોય છે. જો કે આ વખતે સાઇક્લોનના કારણે ભારે વરસાદ થતાં પોંગલની ખરીદી પર હાલ 15 ટકા ઓછી ઘરાકી નોંધાઈ છે.

મિચોંગ વાવાઝોડાની અસર
મિચોંગ વાવાઝોડાની અસર

મિચોંગ વાવાઝોડાના કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અસર

સુરત: સુરતના કાપડ ઉદ્યોગમાં દિવાળીના પર્વ પર ગ્રાહકી નહિ જોવા મળતા વેપારીઓની હાલત દયનીય બની હતી. ત્યારે આ વખતે પોંગલના તહેવારને લઈને વેપારીઓને ખરીદીની આશા ક્યાંક ને ક્યાંક બંધાઈ હતી. પરંતુ આશા પર મિચોંગ વાવાઝોડાએ પાણી ફેરવી દીધું છે.

તમિલનાડુ અને આંધ્રપ્રદેશના લોકો ચાર દિવસ સુધી પોંગલની ઉજવણી કરતા હોય છે અને આ માટે સુરત કાપડ ઉદ્યોગમાં ભારે ખરીદી જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વપરાતી સાડીઓની ખરીદી સૌથી વધારે આ સિઝનમાં થાય છે. મિચોંગ વાવાઝોડાએ કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી લોકોના જનજીવન અને ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો દુકાનો ખોલી શક્યા નહિ એટલું જ નહી કાપડની મુખ્ય મંડી પણ પાણીના કારણે બંધ છે.

'સુરતના કાપડ બજારમાં છેલ્લા ચાર મહિનાથી મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવાળીના પર્વમાં લોકો ધૂમ ખરીદી કરશે તેવી ધારણા વેપારીઓ દ્વારા બાંધવામાં આવી હતી. દિવાળીના પર્વમાં મંદીનો માહોલ હતો. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે દિવાળી બાદ મુખ્ય પર્વ પોંગલ હોય છે. આ પર્વમાં રૂપિયા 1200 કરોડની ખરીદી દક્ષિણ ભારતના વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ વખતે તમિલનાડુમાં આવેલ વાવાઝોડાના કારણે શરૂઆતમાં વેપાર પર 15% જેવી અસર જોવા મળી છે, જો આવનાર દિવસોમાં વરસાદ યથાવત રહે તો 25% વેપાર પર અસર પડશે.' - રંગનાથ શારદા(કાપડ વેપારી)

200 કરોડના વેપાર પર સીધી અસર: 1 ડિસેમ્બરથી લઈને 5 જાન્યુઆરી સુધી વેપારીઓ અહીં આવે છે અને ઓર્ડર આપતા હોય છે. અમે ડિસ્પેચિંગની કામગીરી પણ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી કરીએ છીએ. શરૂઆતના દિવસોમાં ડિસ્પેચિંગ કામગીરી સૌથી વધારે થાય છે. પરંતુ હાલ કોઈ ઘરાકી ન હોવાથી મુશ્કેલી છે. કોઈ પણ વેપારી જો કાપડ લઈને જશે તો પણ ત્યાં વરસાદની સ્થિતિમાં કાપડ ભીંજાઈ જાય અને અથવા તો ખરાબ થઈ જાય તો તે પરત કરવામાં આવે છે. 15 ટકા અસરના કારણે 200 કરોડ રૂપિયાના વેપાર પર સીધી અસર હાલ જોવા મળી રહી છે.

વેપારીઓની હાલત કફોડી: આ પર્વમાં ખેડૂતો, શ્રમિકો તેમજ કંપનીમાં કામ કરતા કારીગરોને ભેટમાં કપડાં આપવામાં આવતા હોય છે. જોકે આ વખતે જે રીતે સાયકલોનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જે વેપારીઓ પહેલા સો ટકા માલ ખરીદતા હતા, તે આ વખતે માત્ર 40 થી 50 ટકા જ ખરીદી કરી રહ્યા છે. જેથી વેપારીઓની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. હાલ વેપારીઓ એક જ આસ લઈને બેઠા છે કે ઈશ્વર તેમને સાથ આપે અને ફરીથી માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળે.

  1. ચક્રવાત મિચોંગ નબળું પડ્યું, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં મચાવી તબાહી, 8ના મોત
  2. રાજ્યમાં થઈ શકે છે મિચોંગ વાવાઝોડાની અસર, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.