સુરત: શહેરમાં વધુ એક કિશોરે મોબાઈલની જીદ્દના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મિલન પોઇન્ટ પાસે રહેતા 16 વર્ષીય રાહુલ જગુભાઈ પરમાર જેવોએ ગઈકાલે પોતાના જ ઘરમાં કોઈ કારણસર આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
"અમે તો ગામમાં હતા. પરંતુ ગઈકાલે સાંજે મને ફોન આવ્યો કે, રાહુલે આ રીતે પગલું ભરી દીધું છે. અમને કશું ખબર નહિ પડી કે અમે શું કરીએ. અમારા પરિવારનો એકનો એક છોકરો હતો. રાહુલ ઘણા સમયથી મારી પાસે નવા મોબાઈલ લેવા માટે પૈસાની માંગણી કરી રહ્યો હતો. ગઈકાલે તેણે મને ફોન કર્યો હતો કે, મને 6,000 રૂપિયા ઓનલાઇન મોકલો. મારે સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવો છે. પરંતુ મોટાભાઈ ના પાડતા કહ્યું હતું કે સેકન્ડ હેન્ડ ફોન ના લેવાય. કારણ કે જો ચોરીનો ફોન હશે તો છેલ્લે પોલીસ પકડશે.-"--જગુભાઈ (મૃતક રાહુલના પિતા)
ફોન તૂટી ગયો: વધુમાં જણાવ્યું કે, રક્ષાબંધન દિવસે તેનો ફોન તૂટી ગયો હતો. જેની જાણ તેણે મને કરી હતી. ત્યારબાદ તે સતત મારી પાસે મોબાઇલની માંગણી કરતો હતો. તમે મોબાઇલના અપાવતો મોબાઈલના પૈસા આપી દો. હું અહીંથી મોબાઈલ લઇ લઈશ. પરંતુ હાલ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મેં તેને પૈસા આપતો નઈ હતો. અમે ચાર દિવસ પહેલા જ મૂળ વતન મહુવા અમારા પોતાના ઘરે આવ્યા હતા. ત્યારે રાહુલ સુરતમાં એકલો રહેતો હતો. આ દરમિયાન જ તેણે આ પગલું ભરી લીધું હતું.