સુરત: આગામી 5 તારીખે શિક્ષક દિન આવી રહ્યો છે. આ પહેલા સુરતમાં શિક્ષક દિન નિમિતે વિદ્યાદીપ યુનિવર્સિટી અને લાઇફ મોડલીંગ એકેડમી તેમજ માતુશ્રી દવલબેન આર મુંજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બે દિવસ યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને પુરુષોત્તમ રૂપાલા હાજરી આપશે.
65 જેટલી શાળાઓ જોડાયેલ: શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયા રાત્રે 8 કલાકે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાન માળાનો શુભારંભ કરાવશે. તથા પુસ્તક તુલા કાર્યક્રમમાં પણ લોકો જોડાશે. 3-9-2023 સરદાર સ્મૃતિ ભવન ખાતે ,ગુરુ વનના અને ભગવત ગીતા વ્યાખ્યાન માળામાં બપોરે 3 કલાકે પુરુષોત્તમ રૂપાલા હાજરી આપશે. આ સાથે આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતા વ્યાખ્યાન માળાનો શુભારંભ થવાનો છે. આ વ્યાખ્યાન માળામાં સુરતની જુદી જુદી 65 જેટલી શાળાઓ જોડાયેલ છે.
વિદ્યાદીપ યુનિવર્સિટી લાઈફ મોર્નિંગ એકેડેમિક અને માતૃશ્રી ધવલબેન આરજી મુંજાની ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાન માળાની શરૂઆત અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છે. આ વ્યાખ્યાન માળાની શરૂઆતમાં અત્યાર સુધી 64 સ્કૂલ અમારી સાથે જોડાઈ છે."-- મહેશભાઈ ( વિદ્યાકુંજ સ્કૂલ ટ્રસ્ટી)
પાંચ વર્ષ સુધીનું અભિયાન: વધુમાં જણાવ્યું કે, આવતીકાલે પુસ્તક તુલાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે પુસ્તક તુલા આવનારા પ્રધાનઓને અનાજથી તોલીશું. જેટલું વજન થાય તેનાથી ડબલ વજનનું પુસ્તક અમે દર વર્ષે વિદ્યાર્થીઓને આપીશું. દર વખતે જે તે વ્યાખ્યાન યોજાશે તેનું એક ચોક્કસ ફોર્મેટ બનાવવામાં આવશે. તેના વિષયો જેતે લિટરેચર શિક્ષકોને આપવામાં આવશે. દરેક સ્કૂલને પુસ્તક પણ આપવામાં આવશે. આવતીકાલે જે પણ સ્કૂલ જોડાય રહી છે. તે સ્કૂલોને અભિવાદન પત્ર પણ આપવામાં આવશે. આ બાબતે દરેક સ્કૂલ તરફથી અમને સારો એવો સહકાર મળ્યો છે.