સુરત: સુરતમાં બે યુવાનો તાપી નદીમાં ન્હાવા પડતા ડૂબી જતા મૃત્યું થયા છે. આ કેસમાં ફાયર વિભાગની ટીમે બન્નેને તાપી નદીના પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ રવાના કર્યા હતા. બે યુવકો હોળી ધુળેટીનો તહેવાર ઉજવી કોઝવેય ઉપર ન્હાવા માટે ગયા હતા. સુરતમાં સહીત દેશભરમાં હોળી ધુળેટીનો તહેવાર રંગે અંગેથી ઉજવવામાં આવે હતો. સુરતમાં પણ વહેલી સવારથી જ લોકો હોળીનો તહેવાર અંગે ઉજવતા હતા. એવામાં બે યુવાનોના મોતની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: Botad News: બોટાદના સેંથળી ગામે 4 યુવાનો કેનાલમાં ડૂબ્યા
ન્હાવા પડ્યા: તાપીના કોઝવેમાં એક પરિવાર મિત્રો ન્હાવા માટે ખાસ કરીને ડુમસ દરિયાકાંઠે જતા હોય છે. તાપી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે ઉપર જતા હોય છે. તેવી જ રીતે આજે બે યુવકો હોળી ધુળેટીનો તહેવાર ઉજવી કોઝવેય ઉપર ન્હાવા માટે ગયા હતા.બંને યુવકો કોઝવેમાં નાહવા માટે પડેલા હતા એમાં બે યુવકો પાણીમાં ડૂબી જતા લોકો ગભરાઈ ગયા હતા. જોકે ફાયર વિભાગને જાણકરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને બોટ દ્વારા બંને યુવકોની શોધખોળ કરી બહાર લાવી હતી.
સ્મીમેર ખસેડાયા: જોકે આ ઘટના થતા જ 108 એમ્બ્યુલન્સ ની ટીમ પર ત્યાં પહોંચી ગઈ હતી.ફાયર વિભાગે બંને યુવકોને 108ની ટીમને શોપિ હતી. બંને યુવકોને એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને જોઈએ તપાસી મૃત ઘોષિત કર્યા હતા. હાલ આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને યુવકોને એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
શું કહે છે ફાયર ઓફિસર: આ બાબતે કતારગામ ફાયર વિભાગના ફાયર ઓફિસર વિનુ પોટરએ જણાવ્યુંકે, આ ઘટના બપોરે 2 વાગે બની હતી. જેથી ફાયર કંટ્રોલ દ્વારા કતારગામ અને મોરાભાગળ ફાયર વિભાગને આ કોલ આપવામાં આવ્યો હતો.અમે ત્યાં પોહચીને અમારી બોટમાં જ ડૂબેલા બે યુવકોની શોધખોળ હાથ ધરી હતી. 2:30 વાગ્યેની આસપાસ બંને યુવકો મળી આવ્યા હતા. ત્યાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ની ટીમ પણ આવી પહોંચી હતી.
કોણ છે આ: બંને યુવકોને એમ્બ્યુલન્સમાં સ્વીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.જોકે બંને યુવકોને બહાર કાઢ્યા હતા ત્યારે જ લાગતું હતું કે, બંને યુવકોનું ડેથ થઈ ચુકી છે. પેહલા એક યુવક ન્હાવા માટે કૂદયો અને ત્યારબાદ તે ડૂબવા લાગતા તેને બચાવા માટે બીજો યુવક પણ કૂદયો હતો. આ બંને યુવકો માંથી એક યુવકનું નામ વિનોદ કુમાર સહગરા છે. જેઓ 19 વર્ષના હતા. અને બીજા યુવકનું નામ મદન માલી જેઓ 20 વર્ષના હતા.
આ પણ વાંચો:Bhavnagar News: શાળાએથી પરત ફરતા ખેતરે ફેંસિંગ અડતા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ
અહીંયા રહે: આ બંને યુવકો પાલ આરટીઓની સામે રહે છે. જેઓ થોડી ધૂળેટીનો તહેવાર ઉજવી અહીં નાહવા માટે આવ્યા હતા. અહીંના લોકોએ જણાવ્યું હતું કે, પેહલા એક યુવક નાહવા માટે કૂદયો અને ત્યારબાદ તે ડૂબવા લાગતા તેને બચાવા માટે બીજો યુવક પણ કૂદયો હતો પરંતુ બંને અચાનક જ ગાયબ થઈ ગયા હતા. જેથી મનોજ ભાઈ જેઓ અહીં જ રહે છે તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. હાલ તો આ મામલે પોલીસ પોતાની રીતે તપાસ કરશે. અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી પણ પહોંચી હતી.