સુરત: આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે તો જેલમાં પણ આરોપીઓ આપઘાત કરવા લાગ્યા છે. સુરત શહેરની લાજપોર જેલમાં આપઘાતની ઘટના સામે આવી છે. બેરેકમાં દુષ્કર્મના આરોપી અવિનાશ સામુદરે આપઘાત કરતા જૈલના સિપાઈઓ દોડતા થઇ ગયા હતા. ઘટનાની જાણ સચીન પોલીસ સ્ટેશનને કરતા સચીન પોલીસની ટીમ હાલ અવિનાશના મૃતદેહનો કબ્જો લઈને સિવિલ હોસ્પિટલ પોસમોટમ માટે રવાના કર્યો હતો.
આ પણ વાંચો Surat Crime: હનીટ્રેપનો શિકાર વિદ્યાર્થીએ એટલે કર્યો આપઘાત, પરિવારને થઇ જાણ
આરોપીની આપઘાતની ઘટના: સુરત શહેરની મધ્યસ્થ લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીની આપઘાતની ઘટના સામે આવી છે. લાજપોર જેલના બેરેક રૂમ નંબર 4માં દુષ્કર્મના આરોપી અવિનાશ સામુદરે જેઓ 23 વર્ષનો હતો. તેણે સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરતા જેલ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતા જ સચિન પોલીસ સ્ટેશનનો કાફલો લાજપોર જેલ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર એમપી દેસાઈ જણાવ્યું કે,આ ઘટના રાતે 2:15 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ કંટ્રોલ રૂમને 2.30 કોલ આપવામાં આવ્યો હતો. જેથી અમે જેલમાં પહોંચ્યા હતા.
લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો: બેરેક નંબર 4 માં આરોપી અવિનાશ સામુદરે જેઓ દોઢ મહિના પહેલા અડાજણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના કેસમાં તેને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે ત્યાં જ આપઘાત કરી લીધો હતો. જોકે અવિનાશે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હતી. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો છે. જેલ પોલીસ કર્મચારીઓનું નિવેદન લઈ અમે સવારે 5:30 વાગે અવિનાશની મૃતદેહનો કબજો લઇ અમે નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો હતો. એવું પોલીસ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.
સમગ્ર ઘટના સામે આવી: અવિનાશ જે બેરેકમાં રાખવામાં આવ્યો હતો ત્યાં અન્ય બીજા બે આરોપી પણ હતા. તેમાંથી એક આરોપી રાતે જાગી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. તેણે અવિનાશને જોઈ બૂમાબૂમ કરવા લાગ્યો હતો. જેથી જેલના કર્મચારીઓ દોડીને આવ્યા હતા. તે બન્ને આરોપીઓ કાચા કામના આરોપીઓ હતા. તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. હાલ તો આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.