સુરત : સુરત શહેરના ઉધના વિસ્તારમાં 36 વર્ષીય યુવક વિનોદ ભગવાન શાહુએ આત્મહત્યા કર્યાંનો બનાવ સામે આવ્યો હતો. આ યુવકનું તેના ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદી જતાં મોત નીપજ્યું હતું. હાલ ઉધના પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
4થા માળની બાલ્કનીમાંથી મોતની છલાંગ : મૃતક યુવકે ઘરના 4થા માળની બાલ્કનીમાંથી કૂદીને પોતાનો જીવ દઇ દીધો હતો. સુરત શહેરમાં આ સાથે વધુ એક આત્મહત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં પ્રભુનગર જાહેર શૌચાલયની બાજુમાં એસએમસી ક્વાર્ટર્સમાં રહેતા 36 વર્ષીય વિનોદ ભગવાન શાહુ ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં છે. તેઓ ગઈકાલે રાત્રે કોઈ કારણસર તેમના ઘરની બાલ્કનીમાંથી કૂદવામાં સફળ થયા અને તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો. જોકે પોલીસને બદલે ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો Surat Suicide Case: 18 વર્ષના યુવકે આપઘાત કર્યો, 20 દિવસ પહેલા જ થયા હતા લગ્ન
આત્મહત્યાનું કારણ અકબંધ : અકબંધ મૃતક મૂળ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના બરામપુર ગામનો છે. આ અંગે મૃતક વિનોદ ભગવાન શાહુના સંબંધી હરેક્રિષ્નાએ જણાવ્યું હતું કે, "અમે બધા એક જ ક્વાર્ટરમાં રહીએ છીએ. ગઈકાલે રાત્રે વિનોદને શું થયું તેની ખબર ન પડી અને તેણે તેના ઘરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેણે શા માટે આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. અમે એક જ ગામના વતની છીએ. અમે મૂળ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના બરામપુર ગામના વતની છીએ.
વિનોદના લગ્ન 7 મહિના પહેલા થયા હતાં : મૃતક વિનોદ ભગવાન શાહુના સંબંધી હરેક્રિષ્નાએ વધુમાં જણાવ્યું હતું કે વિનોદના લગ્ન 7 મહિના પહેલા થયા હતા અને ત્યાર બાદ બધું બરાબર ચાલતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેના ઘરમાં હંમેશા કોઈને કોઈ વાતને લઈને ઝઘડો ચાલતો હતો તેથી તે ખૂબ જ હતાશ રહેતો હતો. મેં અને અમારા મિત્રોએ તેને પૂછ્યું પણ તેણે સાચો જવાબ ન આપ્યો અને આજે તેણે આ પગલું ભર્યું.
અંગત કારણોસર પગલું : મૃતક વિનોદ ભગવાન શાહુના પરિવારમાં માતાપિતા, વિનોદની પત્ની અને એક ભાઈનો સમાવેશ થાય છે. નાનો ભાઈ ગામમાં રહે છે અને અભ્યાસ કરે છે. પારિવારિક ઝઘડાને કારણે તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે. આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈએ જણાવ્યું હતું કે આ ઘટના ગઈ કાલે રાત્રે 8 વાગ્યે થઈ હતી. આ ઘટનામાં મૃતક વિનોદ ભગવાન શાહુએ પોતાના અંગત કારણોસર ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. નીચે પડતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાંના લોકોનું કહેવું હતું કે પારિવારિક ઝઘડાને કારણે તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ આ મામલે આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.