ETV Bharat / state

Surat News : સુરતમાં બાળકની સારવાર માટે સીટી બસ ખાલી કરાવીને ડ્રાઇવર-કંડકટર હોસ્પિટલ પહોંચ્યા

સુરતમાં સીટી બસના કંડકટર અને ડ્રાઇવર સરાહનીય કામગીરી સામે આવી છે. વિદ્યાર્થીના પગ ટાયર નીચે આવી જતા બૂમાબૂમ કરતા ડ્રાઇવરે બસ રોકી દીધી હતી. બાળક કઈ ન થાય તે માટે બસમાંથી પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. ડ્રાઇવર અને કંડકટરે પોતાની ડ્યુટી છોડીને બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

Surat News : સુરતમાં બાળકની સારવાર માટે સીટી બસ ખાલી કરાવીને ડ્રાઇવર-કંડકટર હોસ્પિટલ પહોંચ્યા
Surat News : સુરતમાં બાળકની સારવાર માટે સીટી બસ ખાલી કરાવીને ડ્રાઇવર-કંડકટર હોસ્પિટલ પહોંચ્યા
author img

By

Published : Jul 3, 2023, 7:50 PM IST

સુરતમાં સીટી બસના કંડકટર અને ડ્રાઇવર સરાહનીય કામગીરી

સુરત : આમ તો સુરત સીટી બસના ચાલક અને કંડકટર અનેક વાર વિવાદમાં આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે સુરતના સીટી બસ ચાલક અને કંડકટર જે કાર્ય કર્યું છે તેના કારણે તેમની પ્રશંસા સાથે થઈ રહી છે. ધોરણ સાતમાં ભણનાર એક વિદ્યાર્થીના પગ સીટી બસના ટાયર નીચે આવી જતા કોઈપણ વિલંબ કર્યા વગર 208 નંબર સીટી બસના ડ્રાઇવર અને કંડકટર તેને તે જ સીટી બસમાં બેસાડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તબીબોએ બાળકની સારવાર કરી હતી અને બાળકને પણ કોઈપણ પ્રકારની મોટી ઈજા થઈ ન હતી.

શું બની હતી ઘટના : ધોરણ સાતમાં ભણનાર વિદ્યાર્થી બસ પકડવા માટે ઊભો હતો. પીએન ટીવી સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણનાર ધોરણ 7ના વિદ્યાર્થી જ્યારે બસ આવી ત્યારે બસમાં ચડતી વખતે પાછળથી બે અન્ય વિદ્યાર્થીઓએ ધક્કો મારતા તે બેલેન્સ ગુમાવીને રોડ પર પડી ગયો હતો. તે જ વખતે બસ થોડી આગળ વધી હતી. જેના કારણે બસના પાછળના ટાયર નીચે તેના પગની આંગળીઓ આવી જતા વિદ્યાર્થી ચીસો પાડવા લાગ્યો હતો.

બાળક માટે પોતાની ડ્યુટી છોડી દીધી : વિદ્યાર્થીનો અવાજ સાંભળતા જ નજીકના લોકો ત્યાં દોડી આવ્યા હતા, એટલું જ નહીં ડ્રાઇવર એ પણ બસ રોકી હતી. બસના ચાલક અને કંડકટર બસની નીચે આવીને તરત જ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને બસમાં લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તે પહેલા તેઓએ તમામ યાત્રીઓને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. બાળકને તરત જ સારવાર મળી રહે આ ઉદ્દેશથી તેઓ પોતાની ડ્યુટી ભૂલી અને રૂટની પરવા કર્યા વગર તરત જ બસ સાથે નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

જ્યારે હુ બસમાં ચડી રહ્યો હતો, ત્યારે બે બાળકોએ પાછળથી ધક્કો મારતા હું પડી ગયો હતો. બસનો ટાયર મારા શૂઝ પર આવી જતા હું ભયભીત થઈ ગયો હતો. મને અહીં બસના ડ્રાઇવર અને કંડકટર બસમાં લઈને આવ્યા છે. - સમર્થ (વિદ્યાર્થી)

ડ્રાઇવર અને કંડક્ટરે હાશકારો : ધોરણ સાતમાં ભણનાર વિદ્યાર્થી સમર્થને તાત્કાલિક સારવાર મળી રહે આ માટે બસ લઈને પહોંચેલા સીટી બસના ચાલક અને ડ્રાઇવરને જોઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ફરજ પર હાજર ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સ્વસ્થ છે. જેના કારણે ડ્રાઇવર અને કંડક્ટરે હાશકારો અનુભવ્યો હતો. સીટી બસ આમ તો યાત્રીઓથી ખજાખજ ભરી હોય છે, પરંતુ એક બાળકને તાત્કાલિક સારવાર મળી રહે આ માટે સીટી બસના ડ્રાઇવર અને કંડક્ટરે તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. તમામ પેસેન્જર પણ બાળકને સમયસર સારવાર મળી રહે આ માટે કોઈપણ વાદ વિવાદ કર્યા વગર નીચે ઉતરી ગયા હતા.

  1. Surat News : અતિ વ્યસ્ત સુરત એસટી બસ ડેપોમાં કાદવનું રાજ, ફસાયેલી એસટી બસને કાઢવા ક્રેન આવી
  2. Rain News : નડિયાદમાં પાણી ભરાયેલા ગરનાળામાં બસ બંધ, સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કાઠ્યા
  3. Ahmedabad Crime: ગીતામંદિર બસ સ્ટેશનમાં નશામાં ધૂત શખ્સે પોલીસ ચોકીમાં કરી તોડફોડ, મુસાફરોને માર્યા, ઘટના CCTVમાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.