ETV Bharat / state

Surat Drugs: રાંદેરમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ - 257 જેટલાં આરોપીઓની ધરપકડ

સુરત એસઓજી પોલીસે 50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી છે. આરોપીનો પતિ નાર્કોટિક્સના ગુનામાં જેલમાં બંધ હોવાથી પત્નીએ આ ધંધો સંભાળ્યો હતો. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ જેલમાં હોવાથી પત્નીએ સંભાળ્યો ધંધો
પતિ જેલમાં હોવાથી પત્નીએ સંભાળ્યો ધંધો
author img

By

Published : Apr 2, 2023, 5:36 PM IST

50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી

સુરત: સુરત શહેરમાં ડ્રગ્સનો ધંધો કોઈ કરી ના શકે તે માટે નો ડ્રગ્સ ઈન સુરતની ઝુંબેશ ચાલવામાં આવી રહી છે. જેના ખુંબ જ સારા પરિણામો મળી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે પોલીસને મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસે શહેરના રાંદેર વિસ્તારમાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપી હિનાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

507 ગ્રામ ડ્રગ્સ પકડાયું: આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમારે જણાવ્યું કે સુરત શહેર જે દેશમાં વેપારીક અને ઔદ્યોગિક શહેર છે. આ શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ અમન એવન્યુની સામે વાઈટ હાઉસની ગલીમાં એક આરોપી હિના જેઓ ઇસ્માઇલ મુબારકની પત્ની છે. સુરત એસઓજી દ્વારા તેમની પાસેથી કુલ 507 ગ્રામ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.

આરોપીનો પતિ લાજપોર જેલમાં: આરોપી હિના જેઓ ઇસ્માઇલ મુબારકની પત્ની છે. તેમના પતિ નાર્કોટિક્સના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. કોકીનના એક કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેમની વિરુદ્ધ આમર્સ એક્ટના ગુનાઓ પણ તેમની વિરુદ્ધમાં નોંધાયા હતા. એમની સાથે વડોદરામાં એટીએસ દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો. એમાં નાર્કોટિક્સની ફેક્ટરી પકડવામાં આવી હતી. જેમાં આરોપીના પતિનું નામ બહાર આવ્યું હતું. આ તમામ ગુનામાં આરોપી હાલ લાજપોર જેલમાં છે.

પતિ જેલમાં હોવાથી પત્નીએ સંભાળ્યો ધંધો
પતિ જેલમાં હોવાથી પત્નીએ સંભાળ્યો ધંધો

પતિ જેલમાં હોવાથી પત્નીએ સંભાળ્યો ધંધો: વધુમાં જણાવ્યુંકે, ઈશ્માઇલ મુબારક શેખ જૈલમાં હોવાથી તેમનો વેપારી તેમની પતિ હિનાએ સંભાળિયો છે. પોલીસ દ્વારા લાંબુ ઓપરેશન કરીને એમની રંગે હાથે ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી હિનાને સાહીલ અરવિંદભાઈ ગોસાઈ દ્વારા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. જેઓ આ પહેલા ઈશ્માઇલ ગુજ્જર સાથે કામ કરતા હતા. ઈશ્માઇલ ગુજ્જર જેલમાં ગયો તો તેની પત્નીને મુંબઈથી લાવી ડ્રગ્સ સપ્લાયર કરે છે. તેમની પણ ધરપકડ એસોજી દ્વારા કરવામાં આવશે. અન્ય વધુ એક આરોપી છે. જેનું નામ વસીમ મુસ્તફા આ પણ ઈશ્માઇલ ગુજ્જર સાથે કામ કરતો હતો અને હાલ ઈશ્માઈની પત્ની હિના સાથે સંપર્કમાં હતો.

આ પણ વાંચો: Rajkot Crime: SOGએ 23 લાખનો નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો, 1ની ધરપકડ

50 લાખનું MD ડ્રગ્સ જપ્ત: આરોપીના પતિ ઈશ્માઇલ વિરુદ્ધ 302, અને બે 307ના કેસો નોંધાયા છે. એમને એક વખત પાસાં હેઠળ જૈલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે આવા જાણીતા ગુનેગારો આ જેલમાં છે ત્યારે તેમની જગ્યા ઉપર તેમના માણસો અને તેમની પત્ની ફરીથી આવા વેપાર શરૂ કરવાનો પ્રયાસ કરતા આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 507 ગ્રામ MD ડ્રગ્સ 10 હજાર વેચાણના રૂપિયા એમ કુલ મળીને 51 લાખ 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે હિનાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી

257 જેટલાં આરોપીઓની ધરપકડ: વધુમાં જણાવ્યું કે સુરત પોલીસની આ ઝુંબેસ દ્વારા અત્યાર સુધી 15 કરોડથી વધારે કિંમતની ડ્રગ્સ પકડવામાં આવી છે. જેમાં 85 કેસો કરવામાં આવ્યા છે. જે ભૂતકાળના કેસોની સંખ્યા કરતાં વધારે છે. ફુલ 257 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઓડિસાના 57, મહારાષ્ટ્રના 25, રાજસ્થાનના 21, નાઈઝેરીયન જે મુંબઈમાં રહેતા હતા એમાં 1, મધ્યપ્રદેશમાં 1, હિમાચલપ્રદેશના 5 અને સુરત શહેર અને ગુજરાતના બીજા જિલ્લાઓ મળીને કુલ 147 એમ કુલ 257 જેટલાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.