ETV Bharat / state

સુરત SOGએ એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપ્યા, અંદાજિત 16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

કામરેજ તાલુકાના કઠોર ગામે સુરત SOG(ગ્રામ્ય)એ એમડી ડ્રગ્સ સાથે 3 જણની ધરપકડ કરી છે. તેમજ 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત SOG(ગ્રામ્ય)એ અંદાજિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Surat SOG MD Drugs 3 Arrested

સુરત SOGએ એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપ્યા
સુરત SOGએ એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપ્યા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 5:32 PM IST

2 આરોપી વોન્ટેડ જાહેર, કુલ 15 લાખ 98 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતઃ જિલ્લામાં ડ્ર્ગ્સ સેવન અને વેપારના કિસ્સા વધતા જાય છે. સુરત પોલીસે ડ્ર્ગ્સના દૂષણને નાથવા કમર કસી છે. જે અંતર્ગત સુરત SOG(ગ્રામ્ય)એ કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ એક હોટલમાંથી એમડી ડ્રગ્સનો વેપલો કરતા 3 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને કુલ 15 લાખ 98 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સમગ્ર ઘટનાક્રમઃ સુરત SOG(ગ્રામ્ય)એ બાતમીને આધારે કામરેજ તાલુકાના કઠોર ગામની 13 in Sky નામક હોટલના આંગણે થતા ડ્રગ્સનો વેપલો કરતા 3 ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે આ ડ્ર્ગ્સના કાળા કારોબારમાં સામેલ એવા 2 આરોપીઓને વોન્ટડે જાહેર કર્યા છે. પોલીસે કુલ 15 લાખ 98 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ 3 આરોપીઓમાં વસીમ મિરઝા, વિશાલ પાનપાટીલ અને પ્રવીણદાન ગઢવીની ધરપકડ કરી છે. આ ઉપરાંત શૈલેષ માંગુકિયા અને સાદિકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 9.61 લાખ રુપિયાની કિંમતનું 96.18 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ, 57 મોબાઈલ ફોન, 1 લેપટોપ, વજનકાંટો, 1 વેગનઆર એમ કુલ મળીને 15 લાખ 98 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોડસ ઓપરેન્ડીઃ આ ડ્રગ્સનો વેપલો કુલ 5 જણા મળીને કરતા હતા. જેમાં સાદિક કોઈક સ્થળેથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. સાદિકે આ ડ્રગ્સનું નાના પેકિંગમાં પાર્સલ કરવા માટે વસીમ અને વિશાલને કામ સોંપ્યું હતું. હવે આ પાર્સલ માટે જગ્યાની જરુર જણાતા. આરોપી મયુરદાન ગઢવીની હોટલના 2 રુમ રુ. 25000 પ્રતિ મહિનાથી ભાડે રાખી હતી. ડ્રગ્સના આ નાના પેકિંગ હોટલની બહાર અને આસપાસ વેચવામાં આવતા હતા. પ્રવીણદાન આ દરેક કામમાં આરોપીઓની મદદ કરતો હતો.

સુરત SOG(ગ્રામ્ય)ને આ ડ્રગ્સના વેપલાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે આ બાતમીને આધારે હોટલ પર રેડ કરી હતી. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસ કડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કડોદરા પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે...આઈ જે પટેલ(ડીવાયએસપી, સુરત ગ્રામ્ય)

  1. બેંગલુરુ ક્રાઈમ બ્રાન્ચે નાઈજીરિયન નાગરિકની ધરપકડ કરી, 21 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું
  2. એન્ટી નાર્કોટિક્સ સેલે 5 કરોડની કિંમતનો ડ્રગ્સ જપ્ત કર્યું, નાઈજીરીયન સહિત બેની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.