ETV Bharat / state

Surat SD Jain School : સુરતની એસ.ડી. જૈન સ્કૂલનો તોતિંગ ગેટ ધરાશાયી, ઘટનામાં એક વિદ્યાર્થીની અને શિક્ષક ઈજાગ્રસ્ત - સ્કૂલનો ગેટ ધરાશાયી વિદ્યાર્થીની શિક્ષક ઈજાગ્રસ્ત

સુરતના વેસુ સ્થિત એસ.ડી.જૈન સ્કૂલનો તોતિંગ ગેટ શાળાની વિદ્યાર્થીની અને શિક્ષક ઉપર પડ્યાની ઘટના બની છે. આ બનાવમાં બંને લોકો ગંભીર રીતે ઘવાયા હોવાની માહિતી છે. હાલ વિદ્યાર્થીની અને શિક્ષક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. વિદ્યાર્થીનીને નાક અને થાપાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Surat SD Jain School
Surat SD Jain School
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 5:24 PM IST

સુરતની એસ.ડી. જૈન સ્કૂલનો તોતિંગ ગેટ ધરાશાયી

સુરત : શહેરના વેસુ વિસ્તારમાં સ્થિત એસ.ડી.જૈન સ્કૂલનો તોતિંગ ગેટ ધરાશાયી થયો હતો. આ ગેટ એક વિદ્યાર્થીની અને શિક્ષક પર પડતાં તેઓ ગંભીર રીતે ઘવાયા છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળા સંચાલન સામે આક્ષેપ કર્યા છે. જોકે આ ઘટના કઈ રીતે બની તે અંગે સ્કૂલ પ્રશાસન દ્વારા યોગ જવાબ પણ આપવામાં આવ્યો નથી. આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી.

તોતિંગ ગેટ ધરાશાયી : બનાવની મળતી માહિતી અનુસાર એસ.ડી. જૈન સ્કુલની ગેટ નંબર 2 પર 10 બાય 10 ફૂટનો તોતિંગ ગેટ છે. ગઈકાલે બપોરે આ ગેટ તૂટી પડ્યો હતો. જેમાં 12 વર્ષીય વિદ્યાર્થીની અને પી.ટી. શિક્ષક ગેટ નીચે આવી જતા દોડધામ મચી ગઈ હતી. ગેટ નીચે દબાઈ ગયેલી 12 વર્ષીય વિદ્યાર્થીની અને 37 વર્ષીય પી.ટી. શિક્ષકને સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીનીને નાક અને થાપાના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું છે. ત્યારે શિક્ષકને સામાન્ય ઈજા થઈ છે.

બે વ્યક્તિ ઈજાગ્રસ્ત : આ બાબતે એસ.ડી.જૈન સ્કૂલના સંચાલક ધવલ કસારીયા જણાવ્યું કે, ગઈકાલે બપોર દરમિયાન સ્કૂલ ગેટ નંબર 2 પર અમારે ત્યાં 12 વર્ષીય આંખી અભિષેક આડુકીયા જેઓ ધોરણ 6માં અભ્યાસ કરે છે. તેઓની મોટી બહેન પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે. તેમની રાહ જોઈને ઉભા હતા. તેમની સાથે સ્કૂલના પી.ટી.શિક્ષક મોહમ્મદ ઈમ્તિયાઝ કાપડીયા પણ ગેટ ઉપર ઉભા હતા. તે સમય દરમિયાન જ તોતિંગ ગેટનો એક તરફનો આશરે 10 બાય 10નો ભાગ ધરાશાયી થઈને આ બંને ઉપર જ પડ્યો હતો. બંને આ તોતિંગ ગેટના નીચે દબાઈ જતા હાજર અન્ય વિદ્યાર્થીઓએ બુમાબુમ કરતા સિક્યુરિટી ટીમ દોડી આવી હતી. તોતિંગ ગેટને ઉંચો કરીને વિદ્યાર્થીની અને શિક્ષકને બહાર કાઢ્યા હતા.

વિદ્યાર્થીનીને ગંભીર ઈજા : સ્કૂલના સંચાલકે વધુુમાં જણાવ્યું કે, બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. શિક્ષકને સામાન્ય ઈજા પહોંચી છે. ત્યારે વિદ્યાર્થીનીને થાપા અને નાકના ભાગે ફેક્ચર થયું હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે અહીં પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી છે. જેમાં તપાસ હાથ ધરવાની સાથે આ દુર્ઘટના કેવી રીતે બની તે જાણવા એફ.એસ. એલ.ની મદદ લીધી હતી.

વાલીનો શાળા સંચાલન પર આક્ષેપ : આ બાબતે વિદ્યાર્થીનીના કાકા અમૃતભાઈએ જણાવ્યું કે, આ સ્કૂલની બેદરકારી છે. કારણ કે, દરરોજ ગેટ નંબર 2 નો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે તે ગેટમાં શું ખામી હોય તે તેઓને ખબર ના પડે અને તેઓના એક નહીં બે સિક્યુરિટી ગાર્ડ તમામ ગેટ ઉપર ઉપસ્થિત હોય છે. રોજબરોજ સ્વીકૃતિ ઓફિસર દ્વારા પણ સિક્યુરિટી ચેક કરવામાં આવતી હોય. ત્યારે ગેટમાં ખામી છે તે આજ દિવસ સુધી જોવા મળી નથી. આ મામલે હજી સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. સ્કૂલ દ્વારા ખોટું બોલવામાં આવી રહ્યું છે. કારણ કે, આ ઘટનામાં સ્કૂલની બેદરકારી છે.

  1. સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં, પ્રસાશને કહ્યું- ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ થશે બંધ
  2. Surat News: સુરત પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની કરી ધરપકડ, જાણો શા માટે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.