સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સુરત ગ્રામ્ય પોલીસએ દેશી દારૂના અડ્ડા પર તવાઈ બોલાવી હતી. જેમાં 65 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસે દેશી દારૂ વેચતા બૂટલેગરો વિરૂદ્ધ લાલ આંખ કરી હતી. કામરેજ ડિવિઝનની ટીમ તેમજ ઓલપાડ પોલીસની ટીમે ઓલપાડ તાલુકાના સાયણ,દેલાડ, લવાછા,ટુંડા, કમરોલી, ઝીનોદ,પારડી સહિતના ગામોમાં રેડ કરી હતી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી.
દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો: પોલીસે 65 જેટલા કેસો કર્યા હતા અને 2000 લિટર જેટલો દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ દેશી દારૂ બનાવાનું 22000 લિટર રસાયણ તેમજ 300 કિલો ગોળ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. 70 જેટલા આરોપીની અટક કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઓલપાડ તાલુકાના ઘણા ગામડાઓમાં દેશી દારૂનું વેચાણ થાય છે. તેવી માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે.હાલ પોલીસે બુટલેગરો ની અટક કરી છે. તેવો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,ફરી દારૂનું વેચાણ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે--સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર
રજૂઆત કરી હતી: ઉલ્લેખનિય છે કે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને દેશી દારૂ બાબતે રજૂઆત કરી હતી.તેવોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકાના,દાંડી, લવાછા ,સાયણ, ,કીમ, કારેલી, દેલાડ, કમરોલી, દેલાસા, સિવાણ, તેના,સોદલાખારા,કનાજ,સોંસક,બરબોધન,સરસ, સેંગવાછામા,ભટ્ટગામ,કઠોદરા, ટૂંડા, ડભારી, ઉમરા,ગોઠાણ,કુડસદ,પીંજરત સહિતનાં ગામોમાં વિવિધ જગ્યાએ ખુલ્લેઆમ અંગ્રેજી અને દેશી દારૂનું આજે પણ વેચાણ થઈ જ રહ્યું છે.
દેશી દારૂનું ઉત્પાદન: ઓલપાડ તાલુકાનાં લવાછા અને ડભારી ગામે કેટલાક બૂટલેગરો દ્વારા રાજકીય પીઠબળને કારણે ખુલ્લેઆમ દેશી દારૂનું ઉત્પાદન તેમજ અંગ્રેજી દારૂનું વેચાણ આજે પણ કરવા આવી રહેલ છે. તથા બુટલેગરો ખુલ્લે આમ દારૂની હેરફેર કરી રહ્યા છે.આવા બૂટલેગરો ઉપર લગામ લગાડવાની જરૂર છે.
પવિત્ર જગ્યાએ દારૂઃ ડભારી ગામે આવેલ દરિયા કિનારે(ભાગીવારી) ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે.જેમાં અનેક હિંદુઓની પવિત્ર ભાવના /આસ્થા રહેલી છે.માતાજીની આવી પવિત્ર જગ્યાએ ખુલ્લે આમ અંગ્રેજી અને દેશી દારૂ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતિ સ્થાનિકો દ્વારા મને કરવામાં આવેલ છે.
દેશી દારૂનું વેચાણ: ઓલપાડ ગામ ખાતે આવેલ ઓલપાડ તાલુકા પંચાયત કચેરીની બહાર આજુબાજુના વિસ્તારમાં જ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી અમોને મળેલ છે.ઓલપાડ ગામે જ ઓલપાડ પોલીસ સ્ટેશન આવેલું છે.ઓલપાડ તાલુકા પંચાયત અને ઓલપાડ પોલીસ સ્ટેશનનું અંતર ખૂબ જ ઓછું છે.તેમ છતાં ઓલપાડ પોલીસ દ્વારા ઓલપાડ તાલુકા પંચાયત કચેરીની બહાર આજુબાજુનાં વિસ્તારમાં દેશી દારૂની થઈ રહેલ વેચાણ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.જો આમ ને આમ ચાલતું રહ્યું તો ઓલપાડ તાલુકામાં લોકોનો દારૂ દુષણમાં સપડાઈ જશે એવું લાગી રહ્યું છે.સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારએ જણાવ્યું હતું.