ETV Bharat / state

લોકડાઉનમાં છૂટછાટ મળતાં સુરતના ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયાં

author img

By

Published : May 22, 2020, 2:22 PM IST

કોરોના મહામારી સમગ્રમાં વિશ્વમાં ફેલાઇ ગઇ છે. ત્યારે આ કોરોના વાયરસને લઇ ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ચોથા તબક્કાના લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈ સુરત ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયા છે.

surat
સુરતના ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયા

સુરત : જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોનાના 92 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 50 દર્દીઓ સારા થતા તેમને રજા આપવામાં આવી છે. તદ્દપરાંત સુરત ગ્રામ્ય વિસ્તારમાં કુલ 2 દર્દીના મોત થયાં છે. તેમજ બીજા 40 કેસ જે એક્ટિવ છે, તે હાલ સ્ટેબલ હાલતમાં છે.

લોકડાઉનમાં છૂટછાટ મળતાં સુરતના ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયા
લોકડાઉનના ચોથા તબક્કાની જો વાત કરવામાં આવે તો આ લોકડાઉનમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેને પગલે સુરત ગ્રામ્ય વિસ્તાર ફરી ધબકતો થયો છે. ઔદ્યોગિક એકમો શરૂ થતાં જ લોકો આર્થિક સ્થિતિ પાટા પર આવી છે. તો બીજી તરફ પરપ્રાંતિય શ્રમિકો વતન જતા રહેતા કેટલા ઔદ્યોગિક એકમો હજી સુધી બંધ રહ્યા હતા.પરપ્રાંતિય શ્રમિકોની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઘણાં વિસ્તારોમાં આ શ્રમિકો પોતાના વતન જવા માટે હોબાળો મચાવી ચુક્યા છે. ખાસ કરીને પલસાણા તાલુકાના વરેલી ગામે 2 હજાર જેટલા શ્રમિકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ ટોળાને કાબુમાં લેવા માટે ટિયર ગેસના સેલ છોડી મામલો થાળે પાડયો હતો. ત્યારબાદ પોલીસે ઉપદ્રવ મચાવનાર 204 જેટલા પરપ્રાંતિય શ્રમિકોની અટકાયત કરી હતી. આ અટકાયત કરેલા શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 15 જેટલા શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તેમજ વરેલી ગામને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. તદ્દપરાંત આ દર્દીઓની સંપકમાં આવેલા પોલીસ કર્મીઓને પણ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દર્દીઓના સંપર્કમાં આવેલા એક પોલિસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સુરત જિલ્લામાં કોઈપણ પોલીસકર્મીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવવાની આ પહેલી ઘટના હતી.

સુરત શહેર સાથે સુરત ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ પણ રેડ ઝોનમાં થાય છે. પરંતુ ખુશીની વાત એ છે કે, કોરોનાના દર્દી ઝડપથી સાજા થઈ પરત ફરી રહ્યા છે. લોકડાઉન 4 માં છૂટછાટ આપવાથી કોરોના સંક્રમણનો ખતરો વધી ગયો છે. પરંતુ આરોગ્ય અને પોલીસ વિભાગ સતત કામ કરી રહ્યું છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત સેમ્પલો લઇ ચકાસણી કરવામાં આવી રહી છે.

ખેડૂતોની જો વાત કરીએ તો લોકડાઉનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. બાગાયતી અને ડાંગરના પાક લેતા ખેડૂતોને મજૂરો ન મળતા તેમનો પાક ખેતરમાં જ સુકાઈ રહ્યો છે. હાલ લોકડાઉન 4માં છૂટછાટ મળતા ખેડૂતોને આશા બંધાઈ છે. હાલ લોકડાઉનમાં છૂટછાટ તો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટની સાથે સાથે કોરોના સંક્રમણનો ભય પણ વધી રહ્યો છે.

તેથી etv bharat આપને અપીલ કરી રહ્યું છે કે, જરૂરી કામ વગર બહાર નીકળવું નહીં અને હંમેશા માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરશો, તમે પણ સલામત રહો અને તમારા પરિવારને પણ સલામત રાખો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.