ETV Bharat / state

Surat Crime : માત્ર 100 રૂપિયા મામલે એક યુવકને લાકડાના ફટકાથી મોતને ઘાટ ઉતાર્યો - Surat rupees matter Murder case

સુરતના પાંડેસરામાં માત્ર 100 રૂપિયા મામલે એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અન્ય મિત્રની વાત સાંભળીને યુવકને લાકડાના ફટકાથી ઢોર માર મારીને 4 શખ્સો ત્યાથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Surat Crime : માત્ર 100 રૂપિયા મામલે એક યુવકને લાકડાના ફટકાથી મોતને ઘાટ ઉતાર્યો

author img

By

Published : Mar 30, 2023, 10:18 PM IST

સુરતમાં માત્ર 100 રુપિયા મામલે યુવકની કરાય હત્યા

સુરત : શહેરમાં માત્ર 100 રૂપિયા માટે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં ચાર લોકોએ બે મિત્રોને ઢોર માર માર્યા હતા. આ ઘટનામાં એક યુવકનું મૃત્યુ થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શું હતો સમગ્ર મામલો : સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા પ્રમુખ પાર્ક રેલવે ઓવરબ્રિજ નીચે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની અજય તિવારી પોતાના મિત્ર વિનોદ સાથે રહેતો હતો અને છૂટક મજૂરીનો કામ કરતો હતો. નજીક જ નાસ્તાની લારી ચલાવનાર વિભૂતિ શાહુ પાસે અજયે સો રૂપિયા ઉછીના માંગ્યા હતા. આ બાબતથી વિભૂતિ શાહું આંકડાયો હતો. તેના મિત્રને અપશબ્દો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં, બંનેને ગાલ પર તમાચા મારી દીધા હતા.

આ પણ વાંચો : Ahmedabad crime : પત્નીનો હત્યારો પતિ ઝડપાયો, આડા સંબંધની આશંકાએ ઘર ઉજાડ્યું

મિત્રને માર મારવાનું કીધું : વિભૂતિને અજય અને તેના મિત્રએ માર મારવાની ના પાડતા વિભૂતિએ ત્યાં હાજર પોતાના મિત્ર વિશ્વાસ ગવાડે, ભુપેન્દ્ર તિવારી અને વિપિન રાજપુતને અજય અને તેના મિત્રને માર મારવાનું કીધું હતું. વિભૂતિની વાત સાંભળી અન્ય લોકો ત્યાં આવી લાકડાના ડંડા અને અન્ય વસ્તુઓ લઈ અજય તેમજ તેના મિત્ર ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેના કારણે અજયના ડાબા હાથ, ડાબાના ભાગે અને પંજાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બીજી બાજુ અજયના મિત્ર વિનોદ કુમારને પણ માથાના ભાગે ઇજા થઈ હતી અને તેના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. બંને મિત્રોને માર માર્યા બાદ ચારે આરોપી ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં અજય અને વિનોદ ત્યાં બેભાન ગયા હતા.

આ પણ વાંચો : Surat News : સુરતમાં આરોપીને ફાંસીની સજા સહઆરોપીને આજીવન કેદ, બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચૂકાદો

અજય બુમાબુમ કરવા લાગ્યો : જ્યારે સાંજે અજયને વાન આવ્યો, ત્યારે મિત્ર વિનોદને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિનોદ બેભાન હાલતમાં મળતા તેને કોઈ હલનચલન થતા નહીં જોઈ અજય બુમાબુમ કરવા લાગ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ 108 એમ્બ્યુલન્સને આ અંગે જાણ કરી હતી. આ સમગ્ર મામલે ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ફરિયાદી અજયના ફરિયાદ મુજબ કેસ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. મોડી રાત્રે આ ઝઘડામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.