સુરત: છેલ્લા એક અઠવાડિયાથી આઈસ ગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતા મુંબઈ સહિત સુરતના હીરા વેપારીઓના 500 જેટલા પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ માટે અટકી પડ્યા છે. ખાસ કરીને સુરતના વેપારીઓ કે જેઓ બોત્સવાના, દુબઈ, હોંગકોંગ રશિયા સહિતના અન્ય દેશોમાંથી રફ ડાયમંડ ઈમ્પોર્ટ કરે છે. તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. 500 પાર્સલમાં આશરે 1500 કરોડ રૂપિયાથી પણ વધુ ના રફ ડાયમંડ છે. પાર્સલ અટકી જતા મુંબઈ અને સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
શું છે આઈસગેટ સોફ્ટવેર:આ ખાસ સોફ્ટવેરના કારણે ટ્રાન્જેક્શન ખર્ચમાં ઘટાડો થાય છે. સાથો સાથ કસ્ટમ ક્લિયરન્સ પારદર્શક બને છે. એટલું જ નહીં સોફ્ટવેર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સર્વર સાથે ડાયરેક્ટ લિંકડ છે. કોઈપણ વેપારી જો વિદેશમાંથી માલ ઈમ્પોર્ટ કરતો હોય તો એની સીધી એન્ટ્રી કસ્ટમ વિભાગ દ્વારા આઈસગેટ સોફ્ટવેરમાં કરવામાં આવે છે. આ સોફ્ટવેરના માધ્યમથી પેમેન્ટ કરવાનું હોય તે બેંક કસ્ટમ ક્લિયરન્સની એન્ટ્રી પણ સ્પષ્ટપણે ઓનલાઈન માધ્યમથી જોઈ શકાય છે.
વેપારીઓને હાલાકી: 14 બિલિયન ડોલર સુરત પોર્ટ પરથી ઈમ્પોર્ટડાયમંડના વેપારી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કુલ 18 બિલિયન ડોલર ઈમ્પોર્ટ કરવામાં આવ્યું છે. એમાંથી 14 બિલિયન ડોલર સુરત પોર્ટ પરથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું છે. સુરતએ મેન્યુફેક્ચરિંગ હબ છે. પરંતુ છેલ્લા છ દિવસથી આઈસ ગેટ સોફ્ટવેર અમલીકરણ થતા આ સોફ્ટવેરની અંદર ખામી સર્જાતા વેપારીઓને હાલાકી થઈ રહી છે.
વેકેશન પાડવાની નોબત: સરકારે આ સોફ્ટવેર ખૂબ જ સારા ઈરાદાથી શરૂ કર્યું છે. જેથી કસ્ટમની પારદર્શિકા વધે અને સરળતા થાય અને ખર્ચ ઘટે પરંતુ ટેકનીકલ ખામીના કારણે જ્યારે કોઈપણ પાર્સલ ઈમ્પોર્ટ થાય ત્યારે તેને પોર્ટલ ઉપર અપલોડ કરવાનું હોય છે. જ્યારે આ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના પોર્ટલ ઉપર શો થાય ત્યારે જીએસટી ક્લિયરન્સ થાય છે.
આર્થિક નુકસાનઃ કસ્ટમ ત્યારે આ પાર્સલ રિલીઝ કરવામાં આવે છે આ ટેકનિકલ ખામીના કારણે છેલ્લા છ દિવસથી 500 કરતા પણ વધારે પાર્સલ અટકી ગયા છે. જે 1500 કરોડ રૂપિયાના છે અથવા તો તેના કરતાં પણ વધારે હોઈ શકે. જો આ તાત્કાલિક ક્લિયર ન થાય તો નેક ટુ નેક રફ સપ્લાય હોય છે. તો વેપારીઓ વર્કરોને કામ આપી શકશે નહીં. વેકેશન પાડવાની પણ પરિસ્થિતિ આવી શકે છે. આવા કેટલાક સંભવિત મુદ્દાઓ રાખીને જે આઈસગેટ સોફ્ટવેર છે જે ટેકનીકલ ખામી છે તે દૂર કરવામાં આવે.