સુરત : દેશભરમાં બે દિવસ બાદ રમઝાનનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. રમઝાનના તહેવારમાં મુસ્લિમ સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક રોઝા રાખતા હોય છે. તેઓ આ રોઝાનો સમય સવારે 4:30 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યે સુધી રાખે છે. રોઝા એટલે કે ઉપવાસ અને આ ઉપવાસના ગાળામાં તેઓ ખોરાક ચીજ વસ્તુઓ ખાતા નથી. તે ઉપરાંત પાણી પણ પીતા નથી. જ્યારે સાંજે 7:00 વાગે ઉપવાસ તોડે છે ત્યારે તેઓ પોતાની રીતે ચીજ વસ્તુઓ ખાઈને ઉપવાસ તોડતા હોય છે.
દેશી ખજુર પર સવની નજર : રમઝાન પર્વ પર ખાસ કરીને ખજૂર ખાઈને ઉપવાસ તોડવાની માન્યતાઓ ચાલી આવી છે. ત્યારબાદ સરબતનું સેવન તેમજ અન્ય ચીજ વસ્તુઓ ખાતા હોય છે. ત્યારે આ વખતે રમઝાનના તહેવારમાં ખજૂર, સરબત, દૂધ, ફળ ફ્રુટ, ડ્રાયફૂટ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સાથે સુરતની બજારમાં સાઉદી, ઈરાની, સ્પેશ્યલ ખજૂરનું વેચાણ પણ થઈ રહ્યું છે. જોકે બજારમાં ભલે સાઉદી, ઈરાની, સ્પેશ્યલ ખજૂરનું વેચાણ રહ્યું છે, પરંતુ સૌથી વધારે તો લોકો દેશી ખજૂર જ લઇ રહ્યા છે.
સરબતમાં ડબલ ભાવ : ગ્રાહકે જણાવ્યું હતું કે, હું સરબત લેવા માટે આવ્યો છું. કારણ કે, અમારા રમઝાનના તહેવાર દરમિયાન અમારે આખો દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. તે ઉપવાસ ખજૂરથી તોડવામાં આવે છે, ત્યારબાદ સરબત પીવામાં આવે છે. આ સરબત પાણી દૂધ સાથે પીવામાં આવે છે. આ સરબત બોડીને કંટ્રોલમાં રાખે છે. જેથી બોડી ખાધા પીધા વગર લોંગ ટાઈમ ચાલી શકે છે. એમાં ખજૂર નેશનલ ફૂડની અંદર આવી જતો હોય છે. આજે આ સરબતનો ભાવ ખૂબ વધારે થઈ ગયો છે. પેહલા સરબતનો ભાવ 70 રૂપિયા હતો અને આ વર્ષે એ જ સરબતનો ભાવ 140 રૂપિયા પર પહોંચી ગયો છે. એમાં જે મધ્યમ વર્ગનો વ્યક્તિને સરબત લેવાનું તે અઘરું બની ગયું છે. અમારો સાવરે 4:30 વાગ્યેથી ઉપવાસ સ્ટાર્ટ થાય અને સાંજે 7 વાગ્યે સુધી ચાલે છે.
આ પણ વાંચો : Vadodara News: ચૈત્રી નવરાત્રી-રમઝાનના ઉપવાસીઓ માઠા વાવડ, ફળમાં ભાવવધારો થયો
દરેક ખજુરમાં ભાવ વધ્યા : રમઝાનમાં વેચાણ કરવા માટે ખજૂર રાખવામાં આવી છે. જેમાં સાઉદી, ઈરાની, સ્પેશ્યલ ખજૂર રાખવામાં આવી છે. સાઉદીમાં તમને ડરાય લોફશ, એમ્બર, અજવા જેવા ખજૂરો રમજાનના વેચાણ માટે ઝાંપાબજારમાં વેચવામાં આવે છે. જેમાં વેચવામાં આવતા ખજૂરોના અલગ અલગ ભાવો છે. 200, 300, 400, અને 1500 રૂપિયા કિલોના ભાવ વાળી ખજૂર તમને અહીં જોવા મળશે. દરેક પ્રકારના ખજૂરોના ભાવમાં 50થી 60 રૂપિયાનો ભાવ વધ્યો છે.
આ પણ વાંચો : Ugadi 2023 : તમારે આ તહેવાર વિશે જાણવાની જરૂર છે
ખજૂરના ભાવમાં વધારો : ગ્રાહકે જણાવ્યું હતું કે, હું રમઝાન તહેવારને લઈને ખરીદી કરવા માટે આવ્યો છું. પરંતુ આ વખતે 50થી 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. અમે સાંજે જયારે ઉપવાસ તોડીએ છીએ, ત્યારે ખજૂર ખાઈને તોડીએ છીએ. સવારે કેળા દૂધથી અમે લોકો ઉપવાસ તોડીએ છીએ. કિલો ઉપર જ 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધના થેલી પર 5થી 6 રૂપિયાનો વધારો છે. અમે ખજૂર લેવા જઈએ તો બધાના ભાવ અલગ અલગ જોવા મળી રહ્યા છે. 300, 400, 500 એના કરતા વધારે કિલો વાળા પણ ખજૂર માર્કેટમાં છે. લોકો પોતપોતાના હિસાબ અનુસાર ખજૂર લેતા હોય છે. મે 380 રૂપિયાના કિલો વાળો ખજૂર લીધો છે.