- સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
- ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના તાલુકામાં વરસાદ
- વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારથી રાહત થઈ
સુરત : સવારથી જ અંધારપટ વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સુરત જિલ્લાના કામરેજ, માંડવી, ઉમરપાડા, માંગરોળ, ઓલપાડ સહિતના તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા જ ઘણા વિસ્તારોમાં લાઇટ જતી રહી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ
ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું
ચોમાસાના પ્રારંભે વરસાદ સારો વરસતા ખેડૂતોએ વાવણી કરી હતી. જોકે પછીથી મેઘરાજા હાથતાળી આપી ચાલ્યા ગયા હતા અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હાલ લાંબા વિરામ પછી ફરી સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારથી રાહત થઈ હતી.
આ પણ વાંચો -
- વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
- Mumbai Rain: મુંબઈના ચેમ્બુર-વિક્રોલી દુર્ઘટનામાં 23ના મોત, વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
- Jamnagar Rain: ભારે પવન સાથે વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી
- Junagadh Rain Update: માંગરોળ, માળીયા અને માણાવદર પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ
- વરસાદ નહિ આવે તો, રાજકોટવાસીને પાણી કાપ સહન કરવો પડશે
- પાટણમાં વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરાયા
- બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી