સુરત : સુરતના નાવડી ઓવારા ઉપરથી પાણીમાં ફસાયેલા ત્રણ મહારાજોને ફાયર વિભાગના જવાનો દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જોકે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ગઈકાલે રાતે 2.90 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે.
ત્રણ પૂજારી પાણીમાં ફસાઈ ગયાં હતાં : સુરતના નાવડી ઓવારા ઉપરથી પાણીમાં ફસાયેલા ત્રણ મહારાજોને ફાયર વિભાગના જવાનો દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ગઈકાલે રાતે 2.90 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. જેને કારણે નાનપુરા વિસ્તારમાં આવેલ નાવડી ઓવારા ઉપર ઝુંપડી બાંધીને રહેતા ત્રણ મહારાજ પાણીમાં ફસાઈ ગયા હતાં. જોકે સ્થાનિકોની નજર જતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક નવસારી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને એક બાદ એક ત્રણે પૂજારીને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.
આજે સવારે ફાયર કંટ્રોલ દ્વારા અમને કોલ આપવામાં આવ્યો હતો કે નાનપુરા ખાતે આવેલ નાવડી ઓવારા પાસે આવેલ ઝુંપડી ના મંદિરમાં ત્રણ પૂજારીઓ ફસાયા છે. જેથી અમારી ટીમ અહીં ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ત્રણ પૂજારીઓને સહીસલામત રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન અમારા ફાયરના જવાનોએ રિંગ બોડી લઈને સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે...રસિકલાલ ગામિત (ફાયર ઓફિસર, નવસારી બજાર ફાયર વિભાગ )
કોઝવેની સપાટી 10.80 મીટર પર પહોંચી : ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. તાપી નદી પરનો વિયર કમ કોઝવેની સપાટી 10.80 મીટર પર પહોંચી ગઈ છે. વિયર કમ કોઝવેની રૂલ લેવલ સપાટી 6 મીટર છે. ત્યારે ઉકાઈ ડેમની સપાટી પણ 343.60 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમની રુલ લેવલ સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમમાં સવારે 6 વાગે 3,97,926 ક્યુસેક પાણીની આવક થઇ છે.