ETV Bharat / state

Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો - કન્યાસી ગામે બાળકી પર શ્વાનનો હુમલો

સુરતના કન્યાસી ગામે હડકાયા શ્વાને ઘર આંગણે રમતી બાળકી પર જીવલેણ હુમલો કર્યા હતો. હડકાયા શ્વાનના હુમલાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. શ્લાનના હુમલાથી બાળકી બુમાબુમ કરાતા ગામલોકો દોડી આવ્યા હતા. ગામલોકોએ શ્વાન પર પથ્થર મારો તેમજ લાકડાના ફટકાથી બિવડાવીને ભગાડ્યો હતો.

Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો

author img

By

Published : Mar 29, 2023, 10:59 PM IST

રતના કન્યાસી ગામે હડકાયા શ્વાને ઘર આંગણે રમતી બાળકી શ્વાને કર્યો હુમલો

સુરત : શહેર વિસ્તાર સાથે સાથે હવે ગામડાઓમાં પણ શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે એક હડકાયા શ્વાનએ ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો. કન્યાસી ગામના ટાંકી ફળિયું અને પટેલ ફળિયુ ખાતે એમ બે અલગ અલગ જગ્યાએ રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકા ભર્યા હોવાની માહિતી મળી હતી. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટના CCTV કેમેરા કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ પણ સામે આવ્યા હતા.

માસુમ બાળકી પર શ્વાન ત્રાટક્યો : CCTV વીડિયોમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે. એક બાળકી કાર પાસે રમી રહી હતી. તે દરમિયાન એક શ્વાન આવીને બાળકી પર તૂટી પડે છે. શ્વાન કરડવા લાગતા બાળકી બુમાબુમ કરે છે. તે જોઈને નજીકમાં રહેલી દુકાનમાંથી એક મહિલા દોડી આવે છે અને મહિલા શ્વાનને પથ્થર મારીને ભગાડે છે. તો બીજી તરફ ત્યાં ગામજનો એકઠા થઇ ગયા હતા અને શ્વાનને પથ્થર મારી ત્યાંથી ભગાડ્યો હતો. બાળકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : Vadodara News: 10થી 15 લોકો પર રખડતા શ્વાનો હુમલો, સ્થાનિકો ઘરમાં ને ઘરમાં

સ્થાનિકે શું કહ્યું : સમગ્ર ઘટનાને નજરે જોનાર અનિતા દેવીએ જણાવ્યું હતું કે, હું મારી દુકાન પર હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બાળકી એ બૂમાબૂમ કરતા મારી નજર બાળકી પર ગઈ હતી, હડકાયો શ્વાન બાળકી પર તૂટી ગયો હતો. મે આજુબાજુના લોકોને બૂમ પાડી બોલાવ્યા હતા અને લોકોએ હડકાયા શ્વાનને ભગાડ્યો હતો. શ્વાન હડકાયું થયું છે તેવા સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા ગ્રામજનો લાકડાના ફટકા લઈને નીકળી પડ્યા હતા. શ્વાનને શોધવાની મથામણ હાથ ધરી હતી અને આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ શ્વાને મારી મોતના ઘાટ ઉતારી દીધો હતો.

આ પણ વાંચો : Video Viral : રણ મેદાનમાં સાવજે શ્વાન સામે હથિયાર હેઠા મુક્યા, જૂઓ વિડીયો

અગાઉનો બનાવ : ગત ફેબ્રુઆરી મહિનામાં પણ સુરત ગ્રામ્યમાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો. સુરતના કરેલી ગામે એક શ્રમજીવી પરિવારનો ચાર વર્ષીય બાળક લઘુશંકા કરવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. તે દરમિયાન રખડતા શ્વાને બાળકને ઘેરી લીધો હતો અને બચકા ભર્યા હતા. બાળકે બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને શ્વાને ભગાડ્યો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.