સુરત: ખાખીની અંદર રહેલી એક વ્યક્તિ એક સમાન નહીં હોતી. સુરત પોલીસે આ વાત પુરવાર કરી. ચોકબજાર પોલીસના બે કર્મચારીઓએ કોઝ વે પરથી પડી ગયેલા વૃદ્ધનો જીવ બચાવ્યો છે. આ વૃદ્ધ જ્યારે અંદર પડી ગયા ત્યારે ત્યાં સૌ પ્રથમ લોકોના પોલીસને કોલ બાદ ચોક બજાર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. આ વાનના પોલીસ કર્મીઓ કોઝ વે માં ઉતર્યા અને વૃદ્ધને બચાવી લીધા હતાં. પછી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.
પોલીસનો ખૂબ જ આભાર: સુરત પોલીસની સહનીય કામગીરી સામે આવી છે. નદીમાં ડૂબી રહેલા વૃદ્ધને પોલીસ કર્મચારીએ બચાવ્યો છે. શહેરના તાપી નદી ઉપર બનાવામાં આવેલ કોઝવે ઉપર બપોરના સમય દરમિયાન એક વૃદ્ધ જેઓ અચાનક કોઈક રીતે તાપી નદીમાં પડી ગયા હતા. આ જોતા જ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. જોકે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર અને પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.જેથી પ્રથમ વખત તો ચોક બજાર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તત્યાં પહોંચી હતી. પીસીઆર વાન ના પોલીસ જવાનો એ ડૂબતા વૃદ્ધને બચાવા માટે તાપી નદીમાં તેઓ પણ ઉતર્યા હતા. તેમનું રેસ્ક્યુ કરી તેમને બહાર લાવામાં આવ્યો હતો. સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.જોકે આ કામગીરી જોઈ લોકોએ પોલીસનો ખૂબ જ આભાર માન્યો હતો.
આ પણ વાંચો Surat news : આઈસરનું ટાયર ફરી વળતા 4 વર્ષના માસૂમ બાળકનું થયું મૃત્યુ
બેભાન થઈ ગયા: અમે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કંટ્રોલ દ્વારા અમને મેસેજ આપવામાં આવ્યું હતું કે, એક વૃદ્ધ વ્યક્તિ જેઓ રીતે તાપી નદીમાં પડી ગયા છે. જેથી હું મિત્રો રાહુલ અને જ્યંતભાઈ અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા.ત્યાં લોકોનું ટોળું ખૂબ જ હતું અને થોડુંક ટ્રાફિકજામ પણ થયું હતું.અને અમે જોયુંકે વૃદ્ધ જેઓ ડૂબી રહ્યા હતા.એટલે હું અને રાહુલ તાપીમાં દોરડું લઈને ઉતર્યા હતા. તેમને બહાર લાવ્યા હતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ મોકલીયા હતા-- પોલીસ કોન્સ્ટેબલ ચિંતનભાઈ
આ પણ વાંચો Surat Crime : ગામમાં હાથમાં બંદૂક લઈને રોફ જમાવવો યુવકને પડ્યો ભારે
અહીં શા માટે આવ્યા: વધુમાં જણાવ્યુંકે,મહત્વની વાત એ છેકે, કોઝવે ઉપર કાયમ કોઈક ને કોઈ વ્યક્તિ હોય જ છે. જેઓ પકડતા હોય છે પરંતુ ગઈકાલે એક વ્યક્તિ નઈ હતો. અમે સ્થળ ઉપર પહોંચે ત્યારે લોકોને પૂછ્યું હતું કે, તમારા માંથી કોઈને તરતા આવડતું છેકે, ત્યારે લોકોએ ના કહ્યું હતું. આ વૃદ્ધ વ્યક્તિનું નામ હિતેશભાઈ શાહ જેઓ 65 વર્ષના છે અને વેસુ વિસ્તારમાં રહે છે. અહીં શા માટે આવ્યા હતા અને કઈ રીતે પડી ગયા તેની હાલ તપાસ કરવામાં આવશે.આ બાબતે બજાર પોલીસ સ્ટેશનને વર્દી પણ લખાવી દેવામાં આવી છે.