સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે RTI એક્ટીવિસ્ટ એક શિક્ષક દિપક પટેલ સોમવારના રોજ તક્ષશિલા આર્કેડ સામે અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા હતા. જ્યાં કોઈપણ પ્રકારે પોલીસ પરવાનગી લીધા વિના ઉપવાસ પર ઉતરતા પોલીસ દ્વારા દીપક પટેલની ટીંગાટોળી કર્યા બાદ અટકાયત કરવામાં આવી હતી. આ મામલે દિપક પટેલ દ્વારા કરવામાં આવેલી સાત માંગણીઓ મૂકી હતી. જેમાં ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિધાર્થીઓને ઉચ્ચ વળતરની સાથે સરકારી નોકરી આપવી. જે સંસ્થાઓએ તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે આવેદન પત્રો આપ્યા છે.
તેની ઉચ્ચ સીટ દ્વારા તપાસ કરાવી ન્યાય આપવામાં આવે અને તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં સાક્ષીઓને પોલીસ રક્ષણ પુરી પાડવામાં આવે આવી માંગો કરવામાં આવી હતી. તો બીજી તરફ દિપક પટેલના અચોક્કસ ઉપવાસને લઈ DCPએ જણાવ્યું હતું કે,તેમના દ્વારા આમરણાંત ઉપવાસની અરજી આપવામાં આવી હતી. પરંતું પોલીસ વિભાગ દ્વારા આ અરજી નકારી કાઢી હતી. જેથી તેઓની હાલ અટકાયત કરવામાં આવી છે.