સુરત: ચોકબઝાર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક વ્યક્તિને રૂપિયા 93 હાજરનું 9.52 ગ્રામનું એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.આરોપી પોતે પણ ડ્રગ્સનું સેવન કરે છે તેવું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
93 હજારનું 9.52 ગ્રામ ડ્રગ્સ: સુરત પોલીસે ફરી પાછી એક વ્યક્તિને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડવાની ઘટના સામે આવી છે. શહેરના ચોકબજાર પોલીસનો સર્વલેન્સ સ્ટાફ ગઈકાલે રાતે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન વેડ દરવાજા બ્રીજ નીચેથી એક ઇસમ ચાલતો આવતો હતો. તેની ઉપર શંકા જતા તેને ઉભા રહેવા જણાવતા પોલીસ ને જોઇ ને ભાગવા લાગ્યો હતો. જેથી તેને પકડીને પોલીસે તેને પૂછ્યું શા માટે ભાગે છે. ત્યારે તેની પાસેથી સિગરેટના બોક્સઅને તેની સાથે પ્રતિબંધિત રૂપિયા 93 હજારનું 9.52 ગ્રામનું એમડી ડ્રગ્સ પણ આવી આવ્યું હતું. તે પોતે પણ ડ્રગ્સનું સેવન પણ કરે છે.
"સુરત પોલીસ કમિશનના આદેશ અનુસારNO DRUG IN SURAT ના અભિયાન અંતર્ગત ગઈકાલે રાતે અમે અમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર માં આવેલ વેડ દરવાજા બ્રીજ નીચે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાંજ આરોપી શોએબ કમર ખાન ચાલીને આવી રહ્યો હતો ત્યારે મને તેની ઉપર શંકા જતા તેને ઉભા રહેવા માટે જણાવ્યું પરંતુ તે અમને જોઈ ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ તેને અમારા અન્ય પોલીસ કર્મચારીઓએ પકડી મારી પાસે લાવ્યા હતા. તેની પૂછપરછ કરી તો તેઓ વ્યાજબી જવાબ ન આપ્યો હતો"--એન.ડી.પટેલ (પોલીસ સબ ઈન્સ્પેક્ટર)
તપાસ કરવામાં આવી: આરોપી પોતે પણ તે સમય દરમિયાન ડ્રગ્સનું સેવન કર્યું હતું. જેથી તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. હાલ તો ડ્રગ્સ ક્યાંથી લાવ્યો કોની પાસેથી લાવ્યો કોઈને આપવા નો હતો. આ તમામ વિગતો માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના લલોવલી ગામનો છે. છેલ્લા ઘણા સમયથી સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ લાલગેટના લાલમીયા મસ્જીદની પાસે કાકરા વિસ્તારમાં રહે છે. તેના ઘરની પણ તપાસ કરવામાં આવી રહી છે.