સુરત: શહેર પોલીસને ફેક કરન્સી રેકેટમાં મોટી સફળતા મળી છે. એક જાગૃત નાગરિકના કારણે અમરોલી પોલીસએ ફેક કરન્સી સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ આ ચલણી નોટોના રેકેટમાં વધુ એક વ્યક્તિની ધરપકડ બેંગ્લોર ખાતેથી કરવામાં આવી છે. આરોપી બેંગ્લોરમાં ફ્લોર મિલનો વેપારી છે અને તેની પાસેથી 5.89 લાખની ફેક કરન્સી પણ જપ્ત કરી છે.
500 રૂપિયાના બનાવટી ચલણી નોટઃ દેશની ઈકોનોમીને ખોખલું કરવાના ઇરાદેથી ફેક કરન્સી રેકેટ ચલાવવામાં આવે છે. સુરતમાં બે દિવસ પહેલા શહેરના અમરોલી વિસ્તારમાં પાનના ગલ્લા પર 500 રૂપિયાના બનાવટી ચલણી નોટને વટાવવા આવેલા એક વ્યક્તિને એક જાગૃત નાગરિકે ઝડપી પાડ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરી હતી. 500 રૂપિયાની ચલણી નોટ મળતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. આરોપી શાંતી લાલ મેવાડાના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા ઘરે તપાસ હાથ ધરાવતા 500ના કુલ 32 જેટલી ચલણી નોટ મળી આવી હતી.
Dummy Student Scam: ટ્રેની પીએસઆઈ, બીપીટીઆઈનો ક્લાર્ક SIT ના સકંજામાં, રિમાન્ડ મેળવવમાં આવ્યા
કાકાના પુત્ર પાસેથી ચલણી નોટો મેળવીઃ પોલીસે આ ફેક કરન્સીને કબજે કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપીએ કાકાના પુત્ર વિષ્ણુ મેવાડા પાસેથી આ ચલણી નોટ 50 ટકાના દરે લીધી હોવાનો ખુલાસો થયો હતો. 500ના દરની 149 જેટલી બનાવટી નોટો મળી આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
Sand Mafia Attack: બિહારના બિહતામાં મહિલા અધિકારી પર થયેલા હુમલા મામલે 45 આરોપીઓની ધરપકડ
ડમી ગ્રાહક બની પોલીસ આરોપી સુધી પહોંચીઃ આ સમગ્ર મામલે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ફેક કરન્સી રેકેટની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી હતી. બેંગ્લોરના ફ્લોર મિલના વેપારીની પણ ધરપકડ કરવામાં આવી છે. બેંગ્લોર ખાતે રહેતા માઈકલ ઉર્ફે રાહુલે સુરતમાં રહેતા લોકોને ચલની નોટ આપી હતી. આ માહિતીના આધારે બેંગલોર ખાતે પોલીસની એક ટીમ રવાના કરવામાં આવી હતી અને એકેડમી ગ્રાહક બનીને પોલીસ તેજ જગ્યા રોકાઈ હતી જ્યાં વિષ્ણુ પણ રોકાયો હતો અને આરોપીને ત્યાં બોલાવવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેના ઘરેથી 500ના દરની કુલ 978 ચલણી નોટો મળી આવી હતી. આરોપી અલગ અલગ રાજ્યમાં ચલની બનાવટી નોટો સપ્લાય કરતો હોવાની પણ જાણકારી મળી આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.