- ટોઇંગ ક્રેઈન એજન્સીને 93 લાખ આપ્યાનો સુરત પોલીસ પર આરોપ
- સંજય ઇઝવા ટ્રાફિક પોલીસ કમિશનરે મદદનીશ પોલીસ કમિશનર પર આરોપ મુકાયો
- સંજય ઇઝવા દ્વારા ક્રેન કૌભાંડ આચરવાનો આરોપ
સુરતઃ કોરોના કાળમાં લગાવવામા આવેલા લોકડાઉનમાં સુરત પોલીસે ગેરકાયદેસર 93 લાખ ચૂકવણીના ટોઇંગ ક્રેઇન એજન્સીને આપ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યા છે. સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝવા એ ટ્રાફિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર પર આરોપ મુકાયો છે.
સુરત પોલીસે ગેરકાયદેસર 93 લાખ ચુકવણીનો ટોઇંગ ક્રેઈન એજન્સીને આપ્યા હોવાનું આરોપસુરત પોલીસે ગેરકાયદેસર 93 લાખ ચુકવણીનો ટોઇંગ ક્રેઈન એજન્સીને આપ્યા હોવાનું આરોપ લાખ રૂપિયા એજન્સીને ચૂકવાયાનો દાવો
સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ગંભીર આરોપ સુરત પોલીસ પર લગાડવામાં આવ્યા છે. સંજય ઇઝવા દ્વારા લોકડાઉન દરમિયાન પોલીસ પર ક્રેન કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓની દ્વારા ગેરકાયદેસર રીતે 93 લાખ રુપિયા એજન્સીને ચૂકવાયાનો દાવો કરવામાં આવ્યો છે.
અગ્રવાલ એજન્સી સામે લગાવાયો આરોપ
આરટીઆઈ એક્ટિવિસ્ટે ટ્રાફિક વિભાગ અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી માહિતી મેળવી 93 લાખ રૂપિયા ખોટી રીતે મેળવ્યા હોવાનો દાવો કર્યો છે. નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પ્રશાંત સુંબે, મદદનીશ પોલીસ કમિશનર એપી ચૌહાણ અને કોન્ટ્રકટર અગ્રવાલ એજન્સી સામે આ આરોપ લગાવવામાં આવ્યા છે.
અગ્રવાલ એજન્સીને 21 ડિસેમ્બર 2019થી વર્ક ઓર્ડર આપવા આવ્યા
આરટીઆઈ એક્ટીવીસ્ટ સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના જાહેર રસ્તાઓમાં અડચણ રૂપ પાર્ક કરેલા વાહનો દુર કરવા માટે અગ્રવાલ એજન્સીને 21 ડિસેમ્બર 2019થી વર્ક ઓર્ડર આપવા આવ્યા. અગ્રવાલ અજેન્સીએ ટેન્ડરની ઘણી શરતોના ઉલ્લંઘન કર્યુ છે. જે અંગે ફરિયાદ કરવામાં આવેલી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટર વેહિકલ એક્ટના ભંગ કરીને ટોઇંગ વાહનના ત્રણે બાજુ ટુ વ્હીલ લટકાવવાની પદ્ધતિ બંધ કરાવવા માટે સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા મારફતે લીગલ નોટીસ પાઠવીને કાયદેસર કાર્યવાહીની માંગણી કરી હતી.
સુરત પોલીસે ગેરકાયદેસર 93 લાખ ચુકવણીનો ટોઇંગ ક્રેઈન એજન્સીને આપ્યા હોવાનું આરોપ આ ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરિયાદ 1 મદદનીશ પોલીસ કમિશ્નરની (GPS) મોટી ભૂમિકા હોવાથી આરોપી નંબર (3) ઘણા સમયથી પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ જોડે સંપર્કમાં અને ગેર વહીવટમાં શામેલ હોવાથી ઉચ્ચકક્ષાના અધિકારી જેવા કે જોઈન્ટ પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારી પાસે સદર ફરિયાદની તપાસ કરાવવા માંગણી કરેલી છે. 2. અગ્રવાલ એજન્સી દ્વારા જુલાઈ 2020 મહિના પેટે રજૂ કરેલી બીલ રકમ રૂપિયા 27,89,999/- ની ચુકવણી અંગે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા શંકા વ્યક્ત કરેલ હોવા છતાં stand to બહાના બનાવીને ટેન્ડર શરત ન. 2122,28 તથા અન્ય શરતોની વિરુધ્ધ કરેલ કામગીરી ની તપાસ કરાવવા તપાસ કરાવવા માંગણી કરેલ છે. 3. તારીખ 24 માર્ચ 2020 થી ભારતભરમાં લોકડાઉન શરુ હોવા છતા ખોટી રીતે લોગબુક ભરીને અપ્રિલ, મે, જુન, જુલાઈ મહિનાના બીલ પેટે કુલ રૂપિયા 9270397 થી પણ વધારે રકમ ચૂકવેલ છે. જેને તપાસના દાયરામાં લાવવા માંગણી કરેલ છે. 4. માર્ચ અને ઓગસ્ટ 2020 મહિનામાં પણ ઘણા દિવસોમાં ક્રેન દ્વારા કામ નહી કરાવવામાં આવેલ હોવા છતાં બંને મહિનાના બિલમાંથી કોઈ કપાત કરવામાં આવેલ નથી જે અંગે પણ તપાસ કરવા માટેની તપાસ કરાવવા માંગણી કરેલ છે. 5. સુરત શહેરમાં દોડી રહેલ ટોઇંગ ક્રેનોની ગેરરીતિઓ, મોટર વેહીકલ એક્ટનો ભંગ તથા મહેરબાન પોલીસ કમિશ્નર, સુરત દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરના કેટલીક શરતોના ભંગ બદલ વારંવાર ફરિયાદ કરેલ હોવા છતાં અગ્રવાલ એજન્સી સામે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરેલ નથી, જે અધિકારીઓ પોતાના અંગત લાભ માટે એજન્સી સાથે મિલી ભગતથી કરેલી હોવાનું અમારું અનુમાન છે. જે અંગે પણ તપાસ કરાવવા માંગણી કરેલ છે. 6. માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી ટોઇંગ ક્રેનના ભાડા પેટે સુરત ટ્રાફિક પોલીસ દ્વરા ચુકાવેલ રકમ પણ ખોટી રીતે અને સત્તાના દુરુપયોગ કરીને ચૂકવેલ હોવાથી આ અંગે પણ તપાસ કરવા હુકમ કરવા માંગણી કરેલ છે. વિધાનસભા પેટા ચૂંટણી અને સ્થાનિક ચુંટણી નજીક હોવાથી હવે આ નવો વિવાદમાં સરકાર શું પગલા ભરશે તે જોવા જેવું છે.