સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા STPL થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા દેશમાં પ્રથમ વાર ચંદ્રયાન- 2 થ્રીડી મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ રેપ્લિકા જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો કારણ કે, જે રીતે ચંદ્રયાન-2 ચંદ્ર પર જવા માટે તૈયારી દર્શાવી તેંનુ પ્રથમ દૃશ્ય લોકો સામે આવ્યું હતું. એજ દૃશ્ય આ રેપ્લિકામાં બતાવવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન 2 નો આવિષ્કાર કરી દેશને ગૌરવિંત કર્યું છે. જેનો આભાર માનવા માટે આ ખાસ 3D મોડલ રેપ્લિકા ચંદ્રયાનનો તૈયાર કરવામાં આવ્યું છે. આ ખાસ લેમ્પ છે. જેને ઈસરોને સાતમી સપ્ટેમ્બરના રોજ જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર સ્થાપિત થશે ત્યારે સમર્પિત કરવામાં આવશે સાથે આ 3D મોડલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવામાં અપાશે.
3D મોડલને બનાવવા માટે સાત દિવસનો સમય લાગે છે. સ્ક્રિપ્ટીંગથી લઈ ફાઈનલ પ્રોડક્શન સુધી સાત દિવસની પ્રોસિજર હોય છે, પરંતુ ઇસરો દ્વારા દેશના લોકોને ગૌરવાન્વિત કરનારી આ ઘટનાથી પ્રેરિત થઈ થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા આ રેપ્લિકા માત્ર પાંચ દિવસમાં તૈયાર કરવામાં આવી છે. આમ તો ચંદ્રયાન-2 ને સાયન્ટિસ્ટોની ટીમ દ્વારા દિવસ રાતની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું પરંતુ આ રેપ્લિકાને માત્ર ત્રણ લોકોએ પાંચ દિવસમાં તૈયાર કર્યું છે.
દેશ માટે સાતમી સપ્ટેમ્બર ઐતિહાસિક દિવસ રહેશે લોકો પોતપોતાની રીતે ઈસરોને અભિનંદન આપી રહ્યા છે. સુરત આ થ્રીડી મોડેલ દ્વારા અનોખી રીતે અભિવાદન કરશે.