સુરત: શહેરમાં અલથાણ વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં 2002ના વર્ષમાં હત્યા કરાયેલી હાલાતમાં મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો.જે દરમ્યાન પોલીસે તપાસ કરતા ગુનામાં આરોપીનું નામ સામે આવ્યું હતું. જોકે આરોપી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. તે આરોપીની 20 વર્ષ બાદ સુરત પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા કરી ફરાર: સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં 2002ના વર્ષમાં હત્યા કરાયેલી મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો.જે દરમ્યાન પોલીસે તપાસ કરતા તે ગુનામાં આરોપી અધિકાર પ્રધાનનું નામ સામે આવ્યું હતું. જોકે આરોપી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. તે આરોપી આજે વર્ષ બાદ સુરત પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સાયકલ ચલાવવા બાબતે એક યુવકની હત્યા કરી મૃતદેહને નેહેરમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ આ આરોપી અહીંથી ફરાર થઈ ઓરિસ્સા જતો રહ્યો હતો. અને ફરી પાછો છેલ્લા છ વર્ષથી સુરત આવીને કામ ધંધો કરતો હતો. તેને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. પરંતુ સુરત પોલીસ દ્વારા આ મામલે ફરીથી તપાસ શરૂ કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સફળતા મળી: સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમારે જણાવ્યું કે, વર્ષ 2022ના સુરત પોલીસના કામગીરીના આધારે તેના સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ઘણા બધા નિર્ણય કરવામાં આવ્યા હતા. તેમાં એક નિર્ણયો હતો કે, જે જુના ગુન્હામાં જે વોન્ટેડ આરોપીઓ હતા. તેમની પાછળ વધુ એક વખત મહેનત કરી તેમને પકડી પાડવામાં આવે તેની માટે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેની માટે તમામ ટીમો કામે લાગી હતી. જેમાં પીસીબી દ્વારા ત્રણ વૉન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો Surat news: સુરત મનપાનું આઇકોનિક ભવનનું નિર્માણ, સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે ખાતમુહૂર્ત
ઇનામ રાખવામાં આવ્યું: જેમાં આ જે વોન્ટેડ 15 આરોપીઓ હતા. જેના માટે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.એમાં લિંબાયત, ઉમરા, સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના લૂંટ, હત્યાના કુલ ત્રણ આરોપીઓ છેલ્લા વર્ષોથી નાસતાફરતા હતા. આ આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. એમાં પેહલો કેસ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એક આરોપી મારામારી અને હત્યાના ગુનામાં વોન્ટેડ હતો. એ આરોપીને પકડવા માટે 40 હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
માથાકૂટ થઇ: વર્ષ 2002માં આરોપી અને તેના મિત્ર જેઓ અલથાણના ખોડીયાર નગરમાં ભાડેથી રહેતા હતા. તેમના ઘર પાસે રહેતા શંકર બેહરા અને રંજન ગોડ નામના વ્યક્તિઓ સાથે નવી સાયકલ ચલાવવા બાબતે માથાકૂટ થઇ અને તે વખતે શંકર બેહરાના ગળા અને પેટના ભાગે ચાકુ મારી ગંભીર ઇજાઓ પહોંચતા તેની ડેથ થઇ ગઈ હતી. અને ત્યારબાદ આ લોકો તેની ડેથ બોડી લઈને નહેરમાં ફેંકી આવ્યા હતા. અને ત્યારબાદ અહીંથી ફરાર થઈ ગયા હતા. વધુમાં જણાવ્યુંકે, અહીં તેઓ કેરેલા ગયા અને દક્ષિણ ભારતના પણ રહ્યા આંધ્રપ્રદેશમાં પણ રહ્યા હતા. ફરી પછી છેલ્લા છ વર્ષથી સુરતમાં આવીને અહીં રહેતા હતા. આરોપી પકડાઈ નહીં જાય તે માટે પોતાના નામ પણ બદલી નાખ્યા હતા.
સેન્ટ્રલ જેલમાં બંધ: વધુમાં જણાવ્યુંકે, બીજી એક લીંબાયત વિસ્તારની ઘટના છે. જે વર્ષ 2003માં લૂંટના ગુન્હામાં નાસતોફરતો આરોપી સુનિલ ઝૂમ્બર કાલેની ધરપકડ કરી છે. આ દ્વારા લિંબાયત વિસ્તારમાં કુલ ત્રણ લૂંટ કરી હતી. અને લૂંટ કર્યા બાદ જુદા જુદા વિસ્તારમાં રહેતો હતો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપી વિરુદ્ધ 2016માં હત્યાના ગુનામાં કોલ્હાપુરના સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેથી આ આરોપીની શોધખોળમાં પણ પોલીસની સફળતા મળી છે. હાલ આ આરોપીની કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઇનામ રાખવામાં આવ્યું: વધુમાં જણાવ્યું કે, ત્રીજો આરોપી જેના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં 2010માં લૂંટ અને 2013માં હત્યાના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.આ બંને ગુન્હાના વોન્ટેડ આરોપી લખન દાદુરામ પટેલ જેઓ મૂળ ઉત્તર પ્રદેશના બંદા જિલ્લાનો રહેવાસી છે. એની ઉપર 45000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. પોલીસને આ આરોપી વિરુદ્ધ તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે આરોપી ચિત્રકૂટના કલવી પોલીસ સ્ટેશનમાં એક હત્યાના ગુનામાં ચિત્રકૂટના જિલ્લા જૈલમાં બંધ છે.હાલ આ આરોપીનો પણ કબજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.