ETV Bharat / state

Organ Donation : વાવાઝોડાની વિકટ પરિસ્થિતિ વચ્ચે 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકની બે કિડની, બે ચક્ષુઓનું દાન - Surat Positive story

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 29મું અંગદાન કરવામાં આવ્યું છે. 28 વર્ષીય સ્વ. ગણેશ કેશવભાઈ પરમાને બેભાન અવસ્થામાં લઈને આવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બ્રેઈનડેડ યુવકની બે કિડની, બે ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે.

Organ Donation : વાવાઝોડાની વિકટ પરિસ્થિતિ વચ્ચે 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકની બે કિડની, બે ચક્ષુઓનું દાન

author img

By

Published : Jun 17, 2023, 2:26 PM IST

સુરત : વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 29મું અંગદાન કરવામાં આવ્યું છે. 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકની બે કિડની, બે ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. સ્વ. ગણેશ કેશવભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતા ગણેશને ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા ગણેશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારે સંમતિ આપતા જ હોસ્પિટલ દ્વારા અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ઝઘડામાં ઈજા પહોંચી : ગણેશ કેશવભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતા ગણેશને ઈજા થઈ હતી. તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઈને આવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોક્ટરોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારે પરિવારની સંમતીથી સ્વ.ગણેશના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

સ્વ. 28 વર્ષીય ગણેશ કેશવભાઈ પરમાર જેઓ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં રહેતા હતા. તેઓનું ગત 14 મી જૂનના રોજ કોઈ બાબતે ઝઘડો થતા અંતે મારામારી થઈ ગઈ હતી. જેમાં ગણેશ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ ત્યારે બેભાન અવસ્થામાં હતા. અહીં તેમની સારવાર ચાલી રહી હતી. --- ડો.ગણેશ ગોવેકર

બે લોકોને મળશે જિંદગી : હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 16 મીના રાત્રે 1 વાગ્યાની આસપાસ ન્યુરોફિજીશન સર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ ગણેશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.. ત્યારબાદ તેમના દ્વારા જ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી સ્વ.ગણેશના માતા તથા મામીએ અંગદાનની સંમતિ આપી હતી. સંમતિ આપતા જ ડોક્ટરોએ અંગદાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના થકી સ્વ.ગણેશના બે કિડની તથા બે ચક્ષુઓનું દાન લેવામાં આવ્યું હતું.

બે ચક્ષુઓનું દાન : સ્વ.ગણેશ થકી દાન મળેલ બે કિડની અમદાવાદ .કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા છે. આમ, બે કિડની થકી બે નવી જિંદગી તથા ચક્ષુ થકી આંખોની રોશની આપવાનું સેવાકાર્ય થયું છે.

  1. Surat News : વાવાઝોડા વચ્ચે લોકોને સુરક્ષા આપનાર વ્યક્તિએ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું
  2. Organ Donation in Surat : પોતે મોતને વ્હાલું કર્યું, સાથે અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી ગયો યુવાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.