ETV Bharat / state

Surat News : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રેલીનું આયોજન, યુવાઓને શિક્ષિત બનવા હાકલ

વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીની શૃંખલામાં આજે સુરત જિલ્લામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા જોરશોરથી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ માટે યોજાયેલી રેલી કામરેજ તાલુકાના ઘણાં ગામોમાં ફરી હતી અને તેમાં યુવાનો મન મૂકી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં.

Surat News : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રેલીનું આયોજન, યુવાઓને શિક્ષિત બનવા હાકલ
Surat News : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રેલીનું આયોજન, યુવાઓને શિક્ષિત બનવા હાકલ
author img

By

Published : Aug 9, 2023, 8:56 PM IST

વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

સુરત : વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે હર્ષ ઉલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ સુરત જિલ્લા કામરેજ તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. દેશના કોઈ જો માલિક હોય તો એ આદિવાસીઓ છે. જળ જંગલ અને જમીનને આદિવાસી સાચવે છે. દેશની આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાનો આપ્યા છે. દેશને જ્યારે પણ જરૂરી પડી હોય ત્યારે આદિવાસી સમાજ ઊભો રહે છે. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરું છું...મુકેશ રાઠોડ(આદિવાસી આગેવાન)

રેલીમાં 2500થી વધુ લોકો જોડાયાં : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતાં. આ રેલી કામરેજ તાલુકાના નગોડ, રુંઢવાડા, વિહાણ, શામપૂરા,નવાગામ સહિતના ગામડાઓમાં ફરી હતી. આ રેલીમાં અંદાજિત 2500થી વધુ આદિવાસી સમાજના આગેવાનો,યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતાં.

ડીજેના તાલે ઝૂમી ઉઠ્યાં આદિવાસી યુવાનો
ડીજેના તાલે ઝૂમી ઉઠ્યાં આદિવાસી યુવાનો

આગેવાનો દ્વારા યુવાનો શિક્ષિત બનવા હાકલ : કામરેજ તાલુકાના વિહાણ ગામે આયોજિત સભામાં આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડ જાહેર સભામાં હાજર યુવાનોને આદિવાસી સમાજના ઇતિહાસને લઈને જરૂરી માહિતી આપી હતી અને તેઓએ જણાવ્યું હતું આગામી દિવસોમાં આદિવાસી સમાજના યુવાનો શિક્ષિત બને તે અને જ્યારે દેશને જરૂર પડે ત્યારે તેઓ ઊભા રહે. તેમજ દેશની રક્ષા માટે બલિદાન આપનાર આદિવાસી સમાજના મહા પુરુષોને પણ તેઓએ યાદ કર્યા હતા.

આદિવાસી સમાજ આગેવાનોનો ફાળો : આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ પટેલ, કામરેજ તાલુકા ભાજપના પ્રમુખ બળવંત પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રસિક પટેલ,તાલુકા મહામંત્રી હીરેન પટેલ,આદિવાસી સમાજના આગેવાન દલપતભાઈ રાઠોડ, નીલેશભાઈ રાઠોડ, છનાભાઈ નવી પારડી, વિરલ રાઠોડ, ટિંબા ગામના સરપંચ સુભાષભાઈ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

  1. World Tribal Day 2023: બે રોટલી ઓછી ખાજો પણ તમારા દીકરા-દીકરીઓને ભણાવજો - MLA ચૈતર વસાવા
  2. Narmda News: ચરણામૃત સમજીને કૃષિપ્રધાન રાઘવજી પટેલે દારૂનો ઘુંટડો માર્યો, જુઓ વીડિયો
  3. Navsari News : આદિવાસી હળપતિ સમાજની અનોખી પરંપરા, જુઓ આ ખાસ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.