ETV Bharat / state

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા લેવાઇ, ટેકનોલોજીએ ઘણી સુવિધા કરી આપી - પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ રાઇટરની મદદ વિના પરીક્ષા આપી હતી. ટાઇપિંગ, વોઇસ કમાન્ડ, સ્ક્રીન રીડર ફીડબેકથી પરીક્ષાના આ પ્રયાસને વધાવવામાં આવ્યો હતો.

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા લેવાઇ, ટેકનોલોજીએ ઘણી સુવિધા કરી આપી

author img

By

Published : Apr 29, 2023, 5:03 PM IST

Updated : Apr 29, 2023, 8:38 PM IST

આ પ્રયાસને વધાવવામાં આવ્યો

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4ની પરીક્ષા રાઇટરની મદદ વિના જ આપી હતી. ટાઇપિંગ, વોઇસ કમાન્ડ, સ્ક્રીન રીડર ફીડબેકથી પરીક્ષાના આ પ્રયાસને અધ્યાપકોએ વધાવી લીધો હતો.

લેપટોપ દ્વારા પરીક્ષા : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4ની પરીક્ષા રાઇટરની મદદ વિના જ આપી હતી.ટાઇપિંગ, વોઇસ કમાન્ડ, સ્ક્રીન રીડર ફીડબેકથી પરીક્ષાના આ પ્રયાસને અધ્યાપકોએ વધાવી લીધો હતો.પરીક્ષા આપી શકે તે માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સામાન્ય કિસ્સામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે રાઇટર રાખી પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. નવી શિક્ષણનીતિની જોગવાઇને આધીન અને નવી ટેક્નોલોજીની મદદથી પરીક્ષા લેવાનો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો VNSGU Surat: વેસ્ટ પ્લાસ્ટિકનો બેસ્ટ નિકાલ, બોટલમાંથી ઈંટને પણ ટક્કર મારે એવો બ્લોક બનાવ્યો

કુલપતિ અને પરીક્ષા આપનાર વિદ્યાર્થી શું કહી રહ્યા છે?: સેમેસ્ટર 4માં આ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપી છે. આ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા જણાવ્યું કે, અમારી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2022-23માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન ડિજિટલ ઇન્ડિયા એન્ડ પાવર મેન્ટ ટૂ ટેકનોલોજી આ સંદર્ભની અંદર જે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. તેઓને રાઇટરની મુશ્કેલીઓ ન પડે તેની જગ્યાએ ટેકનોલોજી ના માધ્યમથી પરીક્ષા આપે તેની માટે યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા મીત મોદી જેઓ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છે. તેઓ સેમેસ્ટર 4માં આ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપી છે.અમે તેઓએ આ પ્રયાસ માટે તેમનો હું આભાર માની રહ્યો છું.

રાઇટરની મદદ લેવાના બદલે ટેકનોલોજીની સહાય : વધુમાં જણાવ્યું કે, તમામ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેઓ આ રીતે કોઈને પણ મદદ વિના પોતે આ રીતે આત્મનિર્ભર બને લોકલ ફોર વોકલ બને અને તે સાથે જ એ લોકો પોતાના જાત મહેનતથી તમામ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાઓ મેળવી શકે છે. એની માટે યુનિવર્સિટી દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. અને યુનિવર્સિટીની તમામ સંલગ્નન કોલેજોમાં અભ્યાસ કરતા આ પ્રકારના વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાઓમાં તેઓ રાઇટરની મદદ લેવા કરતા આ રીતે ટેકનોલોજીની મદદથી પરીક્ષા આપી શકે છે.

આ પણ વાંચો Surat News : VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ

ટેક્સ્ટને ઓડિયો ફીડબેક દ્વારા સાંભળી શકાય : આ બાબતે પરીક્ષા આપનાર મીત મોદીએ જણાવ્યુંકે, આ પરીક્ષાની મેથડ એ રીતની છે આ પરીક્ષામાં વોઈસ ટાઈપિંગ એવું કશું નથી.અમે લોકો સ્ક્રીન રેકોર્ડિંગ સોફ્ટવેર યુઝ કરીએ છીએ. આ સોફ્ટવેર અમને કોમ્પ્યુટર કાતો લેપટોપના સ્ક્રીન ઉપર જે પણ ટેક્સ હોય છે.તેને વાંચવા માટે આ સોફ્ટવેર અમને મદદરૂપ થાય છે.તો આ ટેક્સ ને અમે ઓડિયો ફીડબેક દ્વારા સાંભળી શકીએ છીએ અને એ માધ્યમથી અમે આખા કોમ્પ્યુટરને ઓપરેટ કરી શકીયે છીએ. તો આજ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષાઓમાં આપવામાં આવતા પીડીએફ પેપરમાં પ્રશ્ન હોય છે અને ટેક્સ સાંભળીને મારે તેના જવાબ વર્ડ ફાઇલમાં ટાઈપ કરવાના હોય છે.

મુશ્કેલીનો સરળ ઉપાય મળ્યો : મીત મોદીએ એ પણ જણાવ્યું કે રાયટરોની અને અમારી પણ પરીક્ષાઓ એક સાથે જ રહેતી હતી.તો એ વખતે રાઇટર શોધવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી. આ પહેલા જે રીતે હું પરીક્ષા આપતો હતો ત્યારે મને રાઇટર થ્રુ પરીક્ષા આપતો હતો. અમુક વખત એવી સમસ્યાઓ આવતી હતી કે, રાઇટરને જ્યારે ફોન કરવામાં આવતો હતો ત્યારે તે કોઈ કારણસર આવી શકતો ન હતો. એની જગ્યા ઉપર બીજો રાઇટર શોધવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો. અમુક વખત એવું બનતું હતું કે, રાયટરોની અને અમારી પણ પરીક્ષાઓ એક સાથે જ રહેતી હતી. તો એ વખતે રાઇટર શોધવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી. અને આવી ઘટનાઓ મારી સાથે ઘણી વખત બની ચૂકી છે.પરંતુ એના કરતાં આજ પરીક્ષાઓ અમે લોકો પોતે જ આપી શકીએ તો સારું કહેવાય. કોરોના આવ્યું પણ તેણે લોકોને ટેકનોલોજી માધ્યમથી તમામ કાર્યો કરતા શીખવાડી દીધું છે. લોકો ટેકનોલોજી ના અલગ અલગ માધ્યમ છે એજ્યુકેશન લેવાનું સ્ટાર્ટ કર્યું છે. મને પણ આની ઉપર કાર્ય કરવાની પ્રેરણા મળી અને મેં આ કાર્ય શરૂ કર્યું. બીએની છેલ્લી એકઝામ મેં કોમ્પ્યુટરના ટેકનોલોજીના માધ્યમથી આપી હતી. અને આ યુનિવર્સિટીમાં છેલ્લા ચાર સેમેસ્ટર સુધી આ માધ્યમથી જ મેં પરીક્ષા આપી છે.

Last Updated : Apr 29, 2023, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.