ETV Bharat / state

Surat News : ઓલપાડના ઉમરા ગામે યુવકનું ઊંઘમાં જ મોત, હાર્ટ એટેક હોવાની શક્યતા - ઓલપાડના ઉમરા ગામે યુવકનું ઊંઘમાં જ મોત

સુરતના ઓલપાડના ઉમરા ગામે યુવકનું ઊંઘમાં જ મોત થવાનો બનાવ સામે આવ્યો હતો. 37 વર્ષીય યુવક રાત્રે સુતા પછી સવારે ઉઠ્યો જ ન હતો. સંભવિતપણે હાર્ટએટેકનાં પગલે મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઓલપાડ પોલીસે હાલ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Surat News : ઓલપાડના ઉમરા ગામે યુવકનું ઊંઘમાં જ મોત, હાર્ટ એટેક હોવાની શક્યતા

author img

By

Published : Jul 19, 2023, 4:02 PM IST

હાર્ટએટેકનાં પગલે મોતની આશંકા

સુરત : સુરત જિલ્લાના ઓલપાડનાં ઉમરા ખાતે 37 વર્ષીય વિપુલ નરસિંહભાઇ દુધાતનું અચાનક મોત નીપજ્યું હતું. સૌરાષ્ટ્રવાસી આ યુવક ધાબા ઉપર સુવા ગયા બાદ સવારે નહીં ઉઠતા ઉંઘમાં જ કોઇ અગમ્ય કારણોસર મોતની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી.

રત્ન કલાકાર હતો યુવક : પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડનાં ઉમરા ગામે રાજનંદની સોસાયટી વિભાગ-૦૨ બાપા સીતારામ પેટ્રોલપંપની બાજુમાં રહેતા વિપુલ નરસિંહભાઇ દુધાત ઉ.વ.37 રત્ન કલાકારીનું કામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રીનાં 10 વાગ્યાને સુમારે પોતાનાં મકાનનાં ધાબા ઉપર સુવા માટે ગયા હતાં. ત્યારે વહેલી સવારે તેમને જગાડતા ઉઠી શક્યાં ન હતાં.

37 વર્ષીય વિપુલ નરસિંહભાઇ દુધાતનું અચાનક મોત

મૃતકની પત્નીએ પોલીસને જાણ કરી : કોઇ અગમ્ય કારણોસર ઉંઘમાં જ તેમનું મરણ થતા મરનારની પત્ની લતાબેન વિપુલભાઇ દ્વારા ઓલપાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવનાં સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મરનારનું સંભવિત મોડી રાત્રે ઉંઘમાં જ હાર્ટએટેકથી મોત થયાની સુત્રો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા છે. સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે..પૃથ્વીભાઈ(બીટ જમાદાર, ઉમરા પોલીસ સ્ટેશન)

અચાનક મોતની ઘટના : સુરત ગ્રામ્યમાં જ આવો અચાનક મોતનો કિસ્સો ગત જૂન મહિનામાં નોંધાયો હતો. જેમાંકામરેજ ગામે આવેલ રઘુવીરમાં રહેતા અને સુરત શહેરમાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા વિનુભાઈ મકાભાઈ કલસરિયા બપોરના સમયે ઘરે મીઠી નીંદર માણી રહ્યા હતાં. તે દરમિયાન જમવા માટે તેઓના પત્ની હર્ષાબેન ઉઠાડવા જતાં વિનુભાઈ મકાભાઈ કલસરિયા ઉઠ્યા ન હતાં. જેથી હર્ષાબેને બૂમાબૂમ કરતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને વિનુભાઈ મકાભાઈ કલસરિયાને તાત્કાલિક સુરત શહેરની એમ્સ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જેઓના પોસ્ટમોર્ટમમાં 43 વર્ષીય વિનુભાઈ મકાભાઈ કલસરિયાનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

  1. Rajkot News: રાજકોટમાં ધોરણ 12નો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતની આશંકા
  2. Kheda News: ડાકોરમાં હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી દર્દીનો જીવ બચાવવાની કરી કોશિશ
  3. Sudden Heart Attacks : અચાનક હાર્ટ એટેક માટે બ્રુગાડા સિન્ડ્રોમ જવાબદાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંશોધન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.