સુરત : સુરતના સચીન નવસારી રોડ લાજપોર ગામ ચોકડી પાસે વરસતા વરસાદમાં બુલેટ બાઈક લઈને જતા બે મિત્રો રોડ પર ઉભેલા ટ્રેઇલરમાં ઘુસી જતા બંને મિત્રોના મોત થવાની ઘટના સામે આવી છે. બંને મિત્રો પરિવારના એકના એક જ પુત્રો હતા. બંને પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ આ મામલે સચિન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બંને પરિવારના એકના એક પુત્ર : સુરતના સચીન નવસારી રોડ લાજપોર ગામ ચોકડી પાસે વરસતા વરસાદમાં બુલેટ બાઈક લઈને જતા બે મિત્રો રોડ પર ઉભેલા ટ્રેઇલરમાં ઘુસી જતા બંને મિત્રોના મોત થવાની ઘટના સામે આવી છે.આ બંને મિત્રો સુરત સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ટેક્સ ફેબ એન્જી. ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા હતા.
લાજપોર ચોકડી પાસે બાઇક ટ્રેઇલરમાં ઘૂસી ગઇ : તેઓ આજરોજ સવારે નોકરી ઉપર જવા નીકળ્યા હતા ત્યારે જ સચીન નવસારી રોડ લાજપોર ગામ ચોકડી પાસે વરસતા વરસાદમાં જ તેઓને અકસ્માત નડ્યો હતો તેઓ ઉભેલા ટ્રેઇલરની પાછળ ઘુસી જતા બંને મિત્રોના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જોકે બંને મિત્રો પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ આ મામલે સચીન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બંને મિત્રો એક જ કંપનીમાં સાથે કામ કરતા હતાં : આ ઘટના આજે વહેલી સવારે બની હતી.મૃતક મયૂર બાબુભાઇ પટેલ 29 વર્ષના હતા જેઓ નવસારીમાં આવેલ દાંડીવાડ મહોલ્લામાં પરિવાર સાથે રહેતા અને તેમનો મિત્ર મનોજ કંડારે જેઓ 25 વર્ષના હતા. તેઓ પણ નવસારીમાં આવેલ વિજલપોરના ગૌતમનગરમાં પરિવાર સાથે રહેતા હતાં. આ બંને જણા પહેલેથી જ મિત્રો હતા અને બંને સાથે જ સચીન જીઆઈડીસીમાં આવેલા વિસ્તારમાં આવેલ ટેક્સ ફેબ એન્જી. ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા હતાં...સચીન પોલીસ
થોડા સમય પહેલાં જ બાઇક લીધી હતી : બુલેટ વરસાદમાં હંકારી જતાં ઉભી રાખેલ ટ્રેઇલરમાં ઘૂસી ગઇ પોલીસે વધુમાં જણાવ્યું કે, બંને મિત્રોમાંથી મનોજ કંડારે થોડા સમય પહેલા કામ ઉપર જવા માટે રોયલ એનફિલ્ડ કંપનીનુ હંટર-350 બુલેટ ખરીદ્યું હતું. બંને સાથે જ બુલેટ ઉપર કામ ઉપર જતા હતાં.આજે વહેલી સવારે ઘરેથી નોકરી પર જવા માટે તેનુ બુલેટ લઈને નીકળ્યો હતો. ત્યારે જ સચીન નવસારી રોડ લાજપોર ગામ ચોકડી પાસે વરસતા વરસાદમાં જ તેઓને અકસ્માત નડ્યો હતો.
ટ્રેઇલરનો ડ્રાઇવર ફરાર : તેઓ ઉભેલા ટ્રેઇલરની પાછળ ઘુસી જતા બંને મિત્રોના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.જોકે બંને મિત્રો પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મયુર અને મનોજ તેમની બુલેટ વરસાદમાં હંકારી જતા ઉભી રાખેલ ટ્રેઇલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. ટ્રેઇલરનો ડ્રાઇવર સ્થળ પરથી ભાગી ગયો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.