ETV Bharat / state

Surat News : આપ વિરુદ્ધ તેના જ કોર્પોરેટરોનું ઓપરેશન ડિમોલેશન, આ રીતે આવી રહ્યું છે આપનું વિપક્ષ પદ જોખમમાં - કનુ ગેડીયા

સુરત આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. રાજેશ મોરડીયા અને કનુ ગેડીયા ભાજપમાં જોડાયા હતા. જો કે આ પહેલાં પણ 10 જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે સુરત મહાનગરપાલિકા વિપક્ષ તરીકે આપની ભૂમિકા સંકોરાઇ રહી હોવાની ચર્ચાઓ ઉઠી છે.

Surat News : આપ વિરુદ્ધ તેના જ કોર્પોરેટરોનું ઓપરેશન ડિમોલેશન, આ રીતે આવી રહ્યું છે આપનું વિપક્ષ પદ જોખમમાં

author img

By

Published : Apr 21, 2023, 5:03 PM IST

આપના કનુ ગેડીયા અને રાજુ મોરડીયા ભાજપમાં જોડાયા

સુરત : ગુજરાતમાં પગપેસારો કરવાની આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીરે ઊભરી આવવા મોટી તક મળી હતી. જેની જીતથી બળ મેળવીને પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પણ ઝૂકાવ્યું હતું. ત્યારે આ સમાચારના સંકેતો આપ માટે સારા નથી. ભાજપમાં જોડાઇ ગયેલા બે કોર્પોરેટર કનુ ગેડીયા અન રાજુ મોરડીયાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હોવાનું આપના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે. આ બન્ને કોર્પોરેટર આજે ભાજપમાં જોડાયા છે ત્યારે આદમી પાર્ટીમાં આ સાથે વધુ એક ભંગાણ પડ્યું છે.ઉલ્લેખનીય છે કે પહેલાં પણ આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ચૂક્યાં છે.ત્યારે આપ વિરુદ્ધ તેના જ કોર્પોરેટરોનું ઓપરેશન ડિમોલેશન થતું જોવા મળે છે. તે સાથે આપનું સુરત મહાનગરપાલિકા વિપક્ષનું પદ પણ જોખમમાં હોવાના અણસાર મળે છે.

હજુ 10 કોર્પોરેટર આપ છોડશે? : આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટી વિરુદ્ધ જ મોરચો ખોલી રહ્યા છે. રાજુ મોરડીયા અને કનુ ગેડીયા નામના આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પક્ષ વિરુદ્ધ ઓપરેશન ડિમોલેશન કરી રહ્યા છે અને આ ઓપરેશન હેઠળ છેલ્લા છ દિવસમાં છ જેટલા કોર્પોરેટર આપ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. ચાર કોર્પોરેટર બાદ આજે ભાજપ કાર્યાલય ખાતે વધુ બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમય થઈ ગયા. ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો જણાવી રહ્યા છે કે આવનાર દિવસોમાં વધુ 10 જેટલા કોર્પોરેટરો આપમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાશે.

છ દિવસની અંદર છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા : આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી સતત વધી રહી છે વર્ષ 2021 માં સુરત મહાનગર પાલિકામાં 27 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા હતા. પ્રથમવાર ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ 27 માંથી 12 જેટલા કોર્પોરેટરો આજ દિન સુધી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સૌથી અગત્યની વાત છે કે આમ આદમી પાર્ટી સતત આક્ષેપો કરી રહી છે કે 50થી લઈને એક કરોડ રૂપિયા સુધીની રકમ તેમના કોર્પોરેટરોને ભાજપ તરફથી ઓફર કરવામાં આવી છે જેના કારણે તેઓ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો Surat Aam Admi party: વધુ બે આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા, ઈટાલિયાએ કહ્યું ભાજપ તોડવાનું કામ કરે છે

કનુ ગેડીયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો : બીજી બાજુ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર કનુ ગેડીયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે માસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી વિરુદ્ધ જ ઓપરેશન ડિમોલેશન માટે કાર્યરત થયા છે. જેના ભાગરૂપે અગાઉ છ જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતાં અને આજે તેઓ તેમજ રાજુ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે ઓપરેશન ડિમોલિશન હેઠળ આવનાર દિવસોમાં વધુ 10 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે અથવા તો રાજીનામું આપશે.

ઓપરેશન ડિમોલેશન : આમ આદમી પાર્ટીના પૂર્વ અને હાલ ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર કનુ ગેડિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાએ દસ દિવસ પહેલા જય શ્રી રામના નારા લગાવ્યા. જેથી મને લાગ્યું કે મારેે ભાજપમાં જોડાઈ જવું જોઈએ. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા સંદીપ પાઠકને મળ્યા પછી પણ સમસ્યાનો હલ નહીં નીકળતા હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. હજુ દસ જેટલા કોર્પોરેટર આપમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાઈ જશે. છેલ્લા બે મહિનાથી અમે આ ઓપરેશન કરી રહ્યા હતાં. આ ઓપરેશનનું નામ ઓપરેશન ડિમોલેશન છે. હું આમ આદમી પાર્ટીને 1 લાખ રૂપિયા આપીશ. કારણ કે તેઓ હંમેશા કહે છે કે તેઓ ગરીબ પાર્ટી છે હવે આ પૈસાથી ચૂંટણી લડીને બતાવે.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

કામ પૂર્ણ કરવામાં આપ નિષ્ફળ : ભાજપમાં જોડાયેલા આપના અન્ય કોર્પોરેટર રાજુ મોરડીયાએ જણાવ્યું હતું કે જે વાતો આ માટે પાર્ટી કરી રહી હતી તે પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. હું અગાઉ ભાજપમાં હતો અને ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં આવ્યો. પરંતુ જોયું કે આમ આદમી પાર્ટીની વિચારધારા જે આ લોકો દર્શાવે છે તેનાથી જુદી છે જેના કારણે હું ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યો છું.

આપ વિપક્ષમાં રહેશે કે નહીં? : વિપક્ષમાં રહેવા માટે આમ આદમી પાર્ટીને 12 જેટલા કોર્પોરેટરની જરૂરિયાત છે. જોકે હાલ આપ પાસે 15 જેટલા કોર્પોરેટર છે. અટકળો ચાલી રહી છે કે આવનાર દિવસોમાં આપના અન્ય કોર્પોરેટર પણ ભાજપમાં જોડાઈ શકે છે. જો આવું થાય તો પ્રશ્ન ઊભો થાય છે કે શું આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકાના વિપક્ષ તરીકે જળવાશે કે નહી? વર્ષ 2021 માં યોજાયેલી મનપાની ચૂંટણીમાં કુલ 120 બેઠકોમાંથી 27 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યાં હતાં. જોકે હવે 27માંથી 12 નગરસેવકો ભાજપમાં જોડાઈ ગયા છે અને આપના 15 જેટલા કોર્પોરેટર બાકી રહી ગયા છે.

આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ : આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ ગોપાલ ઈટાલિયાએ આ મામલે કહ્યું કે ભાજપ હવે ડરી ગઈ છે. આ ભાજપ રૂપિયા આપીને કોર્પોરેટરને ખરીદી રહી છે. આ આમ આદમી પાર્ટીને ખતમ કરી દેવાનો પ્રયાસ છે. તમે એક બે વ્યક્તિને લઈને જશો તો અમે બીજા 40 લોકોને લઈ આવીશું. ડમીકાંડ એ વાસ્તવિકતા છે. અમે તો ક્રાંતિકારી સૈનિકો છીએ. અમને જેટલો અન્યાય કરશો એટલો અમારો આત્મવિશ્વાસ વધશે. પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ આમ આદમી પાર્ટીએ જેને સસ્પેન્ડ કરી દીધા છે એને ભાજપ લઈ રહ્યું છે. ભાજપને આમ આદમી પાર્ટીના માણસોને તોડવામાં જ રસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.