સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના ઉપદ્રવથી વધેલા રોગચાળાને કાર્યવાહી શરુ કરવામાં આવી છે. એસએમસી આરોગ્યવિભાગ દ્વારા કન્ટ્રક્શન સાઈટ, શાળા, કોલેજો, હોસ્પિટલમાં અને જાહેર જગ્યાઓ ઉપર મચ્છરના બ્રીડિંગની તપાસ કરવામાં આવી છે. જેમાં 31 શાળાઓમાં મચ્છરના બ્રીડિંગ મળ્યા હતાં. તમામ શાળાઓને નોટિસ આપવા સાથે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે.
ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય રોગો જેવાકે, મલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થવાની સંભાવના વધારે હોય છે. જેને ધ્યાનમાં લઈને કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ કન્ટ્રક્શન સાઈટ, શાળા, કોલેજો હોસ્પિટલ કાંતો જે જગ્યાઓ ઉપર લોકો ભેગા થતા હોય ત્યાં ચેક કરવાનો આદેશ આપ્યો હતો. તેને લઇને સુરત આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં 835 શાળાઓમાં મચ્છર બ્રીડિંગનું ચેકિંગ કરવામાં આવી હતી. જેમાં 31 શાળાઓમાં મચ્છરના બ્રીડિંગ મળ્યા હતા તે તમામ શાળાઓને નોટિસ આપી તેની સાથે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો...ડો.પ્રદીપ ઉમરીગર(નાયબ આરોગ્ય અધિકારી, એસએમસી)
મેલેરિયા ડેન્ગ્યુ કેસો : સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના બ્રીડિંગ રોકવાના એક્શનની બીજતરફ મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓ હોસ્પિટલોમાં લાઇનો લગાવી રહ્યાં છે. સુરત શહેરમાં 2022માં મેલેરિયાના 88 કેસ નોંધાયા હતા. ત્યારે 2023માં અત્યારસુધીમાં મેલેરિયાના 30 કેસ નોંધાઇ ગયાં છે. હાલ પણ 100 થી વધુ શંકાસ્પદ કેસ છે. 2022 માં ડેન્ગ્યુના 15 કેસ નોંધ્યા હતાં ત્યારે 2023માં ડેન્ગ્યુના 3 કેસ નોંધવામાં આવ્યા છે. તો હાલમાં 100થી વધુ શંકાસ્પદ કેસ છે અને ચિકન ગુનિયાના 0 કેસ છે.
દંડનીય કાર્યવાહી : આરોગ્ય વિભાગની શાળાઓમાં તપાસ શહેરની શાળાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. 835 સ્કૂલમાં સ્વે દરમિયાન 31 શાળામાં મચ્છરના બ્રીડિંગ મળ્યા હતા. 580 હોસ્પિટલમાંથી 14 હોસ્પિટલમાં બ્રીડિંગ મળ્યા હતા. 42 હજાર ઘરમાં સર્વે દરમિયાન 241 ઘરમાં 57 હજાર રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ખાલી પ્લોટો ઉપર 60 હજારનો દંડ વસુલાયો છે. શાળાઓને નોટિસ આપી તેની સાથે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.
14 હોસ્પિટલોમાં મચ્છરના બ્રીડિંગ : ડો.પ્રદીપ ઉમરીગરે વધુમાં જણાવ્યું હતું કે અઠવાડિયામાં મચ્છરના બ્રીડિંગવાળી સાઇટ ઉપરથી કુલ 3 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તે સાથે 580 હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવી હતી. જેમાં 14 હોસ્પિટલોમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. તેઓને પણ નોટિસ આપી તેમની પાસેથી વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત શહેરની કન્ટ્રક્શન સાઈટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી.
નોડલ ઓફિસર દ્વારા દેખરેખ : નોડલ ઓફિસર જેતે સાઈટ ઉપર જ્યાં પાણી ભરવાની શક્યતા હોય ત્યાં રોજેરોજ ચેક કરે અને જો અઠવાડિયાથી એક જ સ્થળ ઉપર પાણી ભરાયેલા હોય ત્યારે તેમાં મચ્છરજન્ય રોગોનું બિલ્ડીંગ થવાની સંભાવના હોય ત્યારે તેની ટ્રીટમેન્ટ માટે કોર્પોરેશનના સંકલનમાં રહે છે. ગત અઠવાડિયામાં આવા સાઇડ ઉપરથી કુલ 3 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક સાઈટ ઉપર 40 હજાર રૂપિયા વસૂલ કરવામાં આવ્યાં હતાં અને તેઓને કહેવામાં આવ્યું હતું કે જો ફરી પછી આ રીતે મચ્છરના બ્રીડિંગ મળી આવશે તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.