સુરત : સૌરાષ્ટ્રના લોકોને તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સુવિધા રહે એ હેતુથી ચાર રાજ્યોથી આવનાર છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ ઉત્તર પ્રદેશથી આવનાર છ જેટલી ટ્રેનો જે હજી સુધી અમદાવાદ સુધી જતી હતી તે છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. જેથી ગુજરાતમાં કનેક્ટિવિટીમાં વધારો થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર આ લોકોની સુવિધામાં વધારો થશે.
સૌરાષ્ટ્રવાસીઓ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જે છ ટ્રેનો અમદાવાદ સુધી જતી હતી તેના રૂટ લંબાવામાં આવ્યાં છે. પહેલાં બીજા રાજ્યોની ટ્રેન અમદાવાદ સુધી જતી ટ્રેન હવે રાજકોટ સુધી જાય છે. આવી કુલ 6 જેટલી ટ્રેનો હવે રાજકોટ સુધી જશે. આ કનેકટિવિટીથી ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. ઓટોમોબાઇલ્સ અને મેડિકલ ક્ષેત્રના ઉપયોગો સહિત જે પોર્ટમાં પણ વિકાસ થઈ રહ્યો છે તેને આ નિર્ણયથી લાભ થશે. બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રથી આવતી છે. સૌરાષ્ટ્રમાં ઉદ્યોગોના કારણે બહારના ખાસ કરીને લોકોની અવરજવર પણ વધારે હોય છે અને તેમને પણ આનાથી લાભ થશે...દર્શના જરદોશ (કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન)
6 ટ્રેન રાજકોટ સુધી લંબાવાઇ : ગુજરાતમાં રેલવે મંત્રાલય દ્વારા રેલવે સ્ટેશન સહિતના અન્ય પ્રકલ્પોના ઇન્ફાસ્ટ્રકચર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે હવે રેલવે મંત્રાલય દ્વારા છ એવી ટ્રેન કે જે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળથી અમદાવાદ સુધી આવતી હતી. તેને લંબાવાઇ રાજકોટ સુધી કરવામાં આવી છે. હાલ જે રીતે સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિસ્તાર વધ્યા છે અને સાથે સાથ લોકોની અવરજવર વધી છે તેને ધ્યાનમાં રાખી અને લેવાયો છે.
આ ટ્રેન રાજકોટ સુધી જશે : આંતરરાજ્ય 6 ટ્રેન રાજકોટ સુધી જવાની છે તેમાં 1. ટ્રેન નં. 19421/22, અમદાવાદ - પટના એક્સપ્રેસ, 2. ટ્રેન નં. 22967/68 અમદાવાદ - પ્રયાગરાજ એક્સપ્રેસ, 3. ટ્રેન નં. 19413/14 અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ, 4. ટ્રેન નં. 11049/50 અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ, 5. ટ્રેન નં. 22137/38 નાગપુર - અમદાવાદ એક્સપ્રેસ અને 6. ટ્રેન નં. 12917/18 અમદાવાદ - હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
-
સૌરાષ્ટ્રના મુસાફરોને રેલવેના અન્ય રાજ્યની લાંબા રૂટની ટ્રેનોની સુવિધા મળી રહે તે હેતુસહ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી, માન. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw જી અને શ્રી @DarshanaJardosh જીનો હૃદયપૂર્વક આભાર. pic.twitter.com/y3WbMRZnG8
— Rambhai Mokariya (@irammokariya) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">સૌરાષ્ટ્રના મુસાફરોને રેલવેના અન્ય રાજ્યની લાંબા રૂટની ટ્રેનોની સુવિધા મળી રહે તે હેતુસહ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી, માન. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw જી અને શ્રી @DarshanaJardosh જીનો હૃદયપૂર્વક આભાર. pic.twitter.com/y3WbMRZnG8
— Rambhai Mokariya (@irammokariya) September 14, 2023સૌરાષ્ટ્રના મુસાફરોને રેલવેના અન્ય રાજ્યની લાંબા રૂટની ટ્રેનોની સુવિધા મળી રહે તે હેતુસહ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી, માન. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw જી અને શ્રી @DarshanaJardosh જીનો હૃદયપૂર્વક આભાર. pic.twitter.com/y3WbMRZnG8
— Rambhai Mokariya (@irammokariya) September 14, 2023
રેલવે સ્ટેશન વિસ્તારીકરણ : સૌરાષ્ટ્રમાં ઓટોમોબાઇલ, મેડિકલ ક્ષેત્ર સહિત અન્ય ઉદ્યોગોને લાભ મળી શકે અને સહેલાઈથી સંબંધિત વસ્તુઓ પહોંચી રહે આ માટેની પણ વ્યવસ્થા રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં જ્યારે રેલવે સ્ટેશન વિસ્તારીકરણ અને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેને ધ્યાનમાં રાખી આ ટ્રેનની પણ સુવિધાઓ લોકોને મળી રહે આ હેતુથી આ નિર્ણય લેવાયો છે.