સુરત : સુરતમાં લિફ્ટમાં ફસાયેલ મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલા પીપલોદ પોલીસ લાઇનના બિલ્ડીંગના 7 માળે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. જોકે તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ હાઇડ્રોલીક કોમ્બિંગ ટોલ મશીનથી લિફ્ટનો દરવાજો ખોલી મહિલાને બહાર લાવ્યા હતા.
લિફ્ટમાં મહિલા ફસાઈ ગઈ : સુરતમાં લિફ્ટમાં ફસાયેલ મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ પીપલોદ પોલીસ લાઇનના બિલ્ડીંગના 7 માળે લિફ્ટ એકાએક બંધ થઇ જતા મહિલા ફસાઈ ગઈ હતી. જેથી તેઓએ બુમાબુમ કરતા અન્ય ફ્લેટના લોકો દોડી આવ્યા હતા. જોકે તેમને બહાર કાઢવા માટે કોઈ વિકલ્પ ન મળતા અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જે
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી: મજુરા ફાયર વિભાગના જવાનો દ્વારા હાઇડ્રોલીક કોમ્બિંગ ટોલ મશીનથી લિફ્ટનો દરવાજો ખોલી મહિલાને બહાર લાવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. મહિલા બિલ્ડીંગના 7 માળે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી.
અમને આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ કંટ્રોલરૂમ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે, પીપલોદ પોલીસ લાઈનમાં આવેલ બી બિલ્ડિંગના સાતમા માળના લીફ્ટમાં એક મહિલા ફસાઈ ગઈ છે. જેથી અમે ત્યાં પહોંચ્યા અને અમારી સાથે રહેલા હાઇડ્રોલીક કોમ્બિંગ ટોલ મશીન દ્વારા લિફ્ટનો દરવાજો તોડી મહિલાને બહાર લાવ્યા હતા. તેઓને કશું થયું ન હતું તેઓનું સ્વાસ્થ્ય સારું હતું. તેમનું નામ મીનાબેન રાઠવા છે. અને તેઓ 32 વર્ષના છે... અક્ષય પટેલ(ફાયર ઓફિસર, મજૂરા ફાયર વિભાગ)
મોટી બિલ્ડિંગોમાં હાઈ ક્લાસ લિફ્ટ : ઉલ્લેખનીય છે કે, હાલ ટેકનોલોજી વાળી દુનિયામાં મોટી મોટી બિલ્ડીંગોમાં હાઈ ક્લાસ લિફ્ટ બનાવવામાં આવી રહી છે. જેને કારણે સેકન્ડોમાં ફર્સ્ટ ફ્લોરથી બારમા ફ્લોર ઉપર પહોંચી શકાય છે. પરંતુ આ પ્રકારની લિફ્ટના કારણે ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કારણ કે ઘણી વખત ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ બંધ થઈ જાય છે અને તેમાં રહેલા વ્યક્તિ સફોકેશન પણ થઈ શકે છે. અને તેને કારણે તેનો જીવ પણ જઈ શકે છે. જોકે આ પહેલા પણ સુરતમાં ઘણી બધી જગ્યાઓ ઉપર લિફ્ટમાં ફસાયેલા હોય એવા વ્યક્તિઓનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.