સુરત : સાળંગપુર મંદિરમાં હનુમાનજીને દાસ દર્શાવતાં ભીંતચિત્રનો વિવાદને લઈને સુરત ખાતે સનાતની હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવેલો છે. સારંગપુરમાં ભીંતચિત્રોને લઈને શરૂ થયેલા વિરોધ ધીરેધીરે સમગ્ર રાજ્યમાં પહોંચી રહ્યો છે. ત્યારે સાધુસંતો અને વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. સુરતમાં સનાતની હિન્દુ સંગઠનોએ પણ વિરોધનો સૂર બુલંદ કર્યો છે.
સાળંગપુરમાં જે રીતે પ્રતિમા મુકવામાં આવી છે તેને અમે હિન્દુ સંગઠન સુરત દ્વારા જૂનાગઢના મણિબાપુના આશીર્વાદ, ત્યાંના સંતોનો સાથ અને અમારા કરણી સેના રાજ શેખાવત આગેવાનીમાં અમે 4 સપ્ટેમ્બરના રોજ અમે સાળંગપુર ખાતે પહોચવાના છીએ. ત્યાંની સમિતિને ખુલ્લી ચેતવણી આપું છું કે આપની સમિતિ એક વાર નિર્ણય કરીને આ વિવાદિત પ્રતિમાઓને હટાવી લે. કરણીસેના સાથે તમામ હિન્દુ સંગઠનો 4 તારીખે સાળંગપુર ખાતે પહોચવાના છીએ તેનું પરિણામ સારું નહી આવે. જેથી ત્યાંની સમિતિ આ પ્રતિમા હટાવી લે..જેનિસ કાતરીયા (કરણી સેના આગેવાન)
ઉગ્ર વિરોધ કાર્યક્રમ : બોટાદમાં સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં મુકેલ એક વિવાદિત ચિત્ર સામે આવ્યું છે. જેમાં હનુમાનજીદાદા એક પાત્રમાં ફળફળાદી આપતા દર્શાવ્યા છે. ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુર ભીંત ચિત્ર વિવાદ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે.સુરત ખાતે સનાતની હિન્દુ સંગઠનો દ્વારા શહેરના બામરોલી વિસ્તારમાં ઉગ્ર વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
હિન્દુ સંગઠનો સાળંગપુર જશે : સારંગપુરમાં ભીંતચિત્રોને લઈને શરૂ થયેલા વિરોધ ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં પહોંચી રહ્યો છે. ત્યારે સાધુ સંતો બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. ત્યારે કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. હનુમાનજી દાદા એક પાત્રમાં ફળફળાદી આપતા દર્શાવ્યા છે તે દ્રશ્ય હિન્દુ સંગઠન ચલાવી લેશે નહીં. હિન્દુ સંગઠનો સાળંગપુર ખાતે પહોચવાના છીએ તેનું પરિણામ સારું નહીં આવે.