ETV Bharat / state

Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરે બીજા ડોકટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો - આપઘાતનો પ્રયાસ

કોઇ સામાન્ય માણસ કોઇ સમસ્યાથી પરેશાન હોય અને આપઘાત જેવો અંતિમ પ્રયાસ કરે તો પરિવાર ઝડપથી ડોક્ટર જોડે લઇ જઇને જીવ બચાવવા પ્રયાસ કરે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એવું બન્યું કે ડોક્ટરે જ બીજા ડોક્ટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો. ઘટના શું છે જાણો વિગતવાર.

Surat News : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરે બીજા ડોકટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો, કારણની ચર્ચા છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 6:58 PM IST

Updated : Nov 3, 2023, 7:09 PM IST

પૂછપરછ કરી પણ કઈ જણાવ્યું નથી

સુરત : સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે ચોકાવનારી ઘટના સામે આવી છે. પ્રથમ વર્ષના રેસીડેન્ટ તબીબે આ સિનિયર ડોક્ટરની નજર સામે આજે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સ્થિર છે. જોકે આ પગલું તેણે ક્યાં કારણોસર ભર્યું તે હાલ સામે આવ્યું નથી. તબીબે ઘાતક ઇન્જેક્શન લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તબીબનું નિવેદન લઇ વધુ તપાસ બાદમાં કરવામાં આવનાર છે.

ડોક્ટરે જ બીજા ડોક્ટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો

પ્રથમ વર્ષના રેસીડેન્ટ દ્વારા આત્મહત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે તેની તબિયત સ્થિર છે. કારણ અંગે તેની પૂછપરછ કરી હતી પરંતુ તેણે હાલ કઈ જણાવ્યું નથી. કામનું ભારણ અથવા તો કોઈ અન્ય કારણ હાલ તેમની દ્વારા જણાવવામાં આવ્યું નથી. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને કયા કારણોસર તેઓએ આ કૃત્ય કર્યું છે તે અંગે અમે પૂછપરછ કરીશું...ડો. ગણેશ ગોવરેકરે (સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ )

આપઘાતનો પ્રયાસ કર્યો : સુરતના મજુરાગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં આજે સવારે ચોકાવનારી ઘટના સામે આવી હતી, પ્રથમ વર્ષના રેસીડેન્ટ તબીબે હાથમાં ઘાતક લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેસીડેન્ટ તબીબે સિનિયર રેસિડેન્ટ તબીબોની હાજરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો : આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી, બીજી તરફ રેસીડેન્ટ તબીબને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તેણે આપઘાતની કોશિશ કયા કારણોસર કરી તે હાલ સામે આવ્યું નથી. આ અંગે ઉપલા અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

કામનું ભારણ વધુ હોવાની ચર્ચા : સિનિયર ડોક્ટર સામે આપઘાતનો પ્રયાસ કરતાં તબીબે ત્રણથી પાંચ એમએલ પ્રવાહી લીધું હોવાની આશંકર ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તબીબ ન્યુ સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલ 6 એમાં ફરજ બજાવે છે. સિનિયર ડોક્ટર્સ અને સ્ટાફ સામે તેણે ઘાતક ઇન્જેક્શન હાથમાં લેતાં તેને તાત્કાલિક એમઆઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. એક તરફ અન્ય ડોક્ટરો અને સ્ટાફ ચર્ચા કરી રહ્યા છે કે કામનું ભારણ વધી જતા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગે ના પાડવામાં આવી છે.

  1. Youth Died by Suicide in Surat : સુરતમાં મોબાઈલ ફોને યુવકને આપઘાત કરવા માટે કર્યો મજબુર, જાણો શું છે મોબાઈલની કહાની...
  2. Jamnagar Crime News: જામનગરમાં સરકારી કર્મચારીએ અગમ્ય કારણસર કર્યો આપઘાત, શર્ટથી ગળે ફાંસો ખાઈ લીધો
  3. Surat Crime News: પત્નીના આપઘાત બાદ પતિએ મોત વ્હાલું કરી લેતાં 4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા

Last Updated : Nov 3, 2023, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.