સુરત : ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરતમાં એક મહત્ત્વની કામગીરીને લઇને આવ્યાં હતાં. શહેરના ભટાર, ખટોદરા અને પાંડેસરા વિસ્તાર માર્કેટોથી ધમધમતા વિસ્તારો છે જ્યાં ખૂબ હેવી ટ્રાફિક જામ સમસ્યા જોવા મળતી હોય છે. આ અનુષંગે વિસ્તારના લારીવાળાઓને એક બેઠકમાં બોલાવવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત શહેર પોલીસ કમિશનર અજય તોમર, એસએમસી કોર્પોરેટરો પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં. સુરતના ભટાર વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા પાલિકાની કોમ્યુનિટી હોલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક સમસ્યા ઉકેલ માટે ચર્ચા : હર્ષ સંઘવીએ લારીવાળાઓને સ્પષ્ટપણે સૂચનો કર્યાં હતાં કે તમે શાંતિથી રોજગાર મેળવો પણ અન્યને તકલીફ પડે તે રીતે નહીં. રોડ લેવલ પર કામ કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવી પડશે. તેને ધ્યાનમાં લઇને ટ્રાફિકને સમસ્યા ન થાય તે રીતે લારીઓ અને પાથરણાં રાખવા જણાવાયું હતું.સુરતમાં મેટ્રોની કામગીરી ચાલે છે એના કારણે શહેરભરમાં ખૂબ ટ્રાફિક થાય છે. એવામાં ફેરિયાઓને કારણે સમસ્યા ઘેરી બને છે જે ઉકેલવાના સંદર્ભમાં ગૃહપ્રધાને બેઠક કરી હતી.
ઇસ્કોન બ્રિજ અકસ્માત વિશે નિવેદન : આ તકે માધ્યમો સાથે વાતચીત કરતાં અમદાવાદમાં 20 જુલાઈએ મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9નાં મોતની ઘટનામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કેસ અમારા માટે નોર્મલ નથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. આ ખૂબ જ અત્યંત દુઃખદ ઘટના છે. આ ઘટનાના આરોપી અને તેના પિતા તથા એમની જોડે ગાડીમાં જેટલા લોકોને તે બધા લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસ આ કેસમાં સખ્ત કાર્યવાહી કરી રહી છે. પોલીસના ઘરમાં પણ દીકરાઓ છે અને રાજ્યના અનેક પરિવારોએ પોતાના દીકરાઓને ગુમાવ્યા છે. આ મામલે આરોપીઓને કોઈપણ બાબતે છૂટ આપવામાં આવશે નહીં. ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે, હા એક્સિડન્ટની ઘટનામાં ડીજીપીને ઘટના સ્થળ પર મોકલવામાં આવે છે. તેઓ પોતે ત્યાં જઈને તપાસ કરે છે. એના પરથી આ કેસની ગંભીરતા તમે સમજી શકો છો. આવનારા દિવસોમાં ચાર્જશીટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તમે જયારે ચાર્જશીટને જોશો તો તમને ખ્યાલ આવશે કે નાની નાની બાબતોને લઇને પોલીસે કેવી મહેનત કરી છે. રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે...હર્ષ સંઘવી(ગૃહપ્રધાન)
સાત દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ થશે : હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ જે પ્રકારે પહેલા દિવસે મેં જણાવ્યું હતું કે, સાત દિવસની અંદર ચાર્જશીટ અમે કોર્ટમાં ફાઈલ કરીશું. તેની માટે સ્પેશિયલ PP રોકવામાં આવશે. FSLના મહત્વના રિપોર્ટો આવી ગયા છે. તથા RTO ના રિપોર્ટ પણ આવી ગયા છે. અને 48 કલાક પહેલા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તથા સાત દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી ચલાવવામાં આવે તે પ્રકારની કામગીરી ચાલે છે.
- Vadodara News : વડોદરામાં ટ્રાફિક સમસ્યા માટે વીએમસીની બેદરકારી જવાબદાર? સિટી બસો ઓછી મૂકતાં રિક્ષાઓનું અતિશય ભારણ વધ્યું
- Surat News : ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં બ્રિજ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ
- Surat Innovation : સુરત ટ્રાફિક પોલીસની આંખો ચાર થઇ, રોડ પર દોડી બનાના કાર, જાણો કોણે કરી કમાલ