ETV Bharat / state

સુરતના કામરેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ‘ તેરા તુજકો અર્પણ ’, કેટલો મુદ્દામાલ પરત થયો જૂઓ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત આવ્યાં હતાં. સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ તાલુકા મથકે યોજાયેલા ‘ તેરા તુજકો અર્પણ ’ કાર્યક્રમમાં 242 ગુનાઓમાં પકડાયેલા રૂા.89.21 કરોડની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને હાથોહાથ પરત કરાયો હતો.

સુરતના કામરેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ‘ તેરા તુજકો અર્પણ ’, કેટલો મુદ્દામાલ પરત થયો જૂઓ
સુરતના કામરેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ‘ તેરા તુજકો અર્પણ ’, કેટલો મુદ્દામાલ પરત થયો જૂઓ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 8:46 PM IST

89.21 કરોડની કિંમતનો મુદ્દામાલ પરત

સુરત : તેરા તુજકો અર્પણમાં કામરેજની રામકબીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે. કોઈ પણ નાગરિકોને પોતાની ચોરાયેલી, અસામાજિક તત્વો પાસે ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે, પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમો યોજીને ‘તમારી ચીજો છે, તમને જ મળે’ એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી રહી છે.

રાજ્યભરમાં નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા ત્વરિત અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત અને જિલ્લા પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે પણ ઉદાહરણીય કાર્ય કરી રહી છે. કાયદો અને ન્યાય વ્યવસ્થાને સુદ્રઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય એવા પ્રયાસો સરકારે કર્યા છે...હર્ષ સંઘવી (ગૃહરાજ્યમંત્રી)

વાલીઓને અનુરોધ : ગૃહરાજ્યમંત્રીએ દરેક પરિવારના વડીલોને અનુરોધ કરતા કહ્યું કે તમારા સંતાનો વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ પહેરે તેની તકેદારી રાખજો. દરેક વ્યકિત પોતાના જીવનની સાથે પરિવારજનો પણ સુરક્ષિત રહે તે માટે હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. જિલ્લા પોલીસને નેશનલ હાઈવે પરના ડાર્ક ઝોન આઈડેન્ટીફાઈ કરીને અકસ્માતોને અટકાવવા માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

તેરા તુજકો અર્પણ
તેરા તુજકો અર્પણ

પોલીસ જવાનોને પણ સન્માનિત કરાયાં : આ કાર્યક્રમમાં શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને ન્યાય મળે, અંત્યોદય થાય અને માલિકીની ચીજો પરત મળે તે માટે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમો યોજી રહી છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ ક્ષેત્રે અનેક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. રાતદિવસ જોયા વિના પ્રજાની રક્ષા માટે કાર્ય કરતી પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે જિલ્લાના વિવિધ એસોસિએશનોએ મંત્રીનું સન્માન કર્યું હતું. તેમજ ઉત્તમ કામગીરી કરનારા પોલીસ જવાનોને સન્માનિત કરાયાં હતાં. કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ઢોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, સંગઠનના પ્રમુખ ભરતભાઈ રાઠોડ તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ મુદ્દામાલના મૂળ માલિકો, ફરિયાદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Rajkot News : 1 કરોડથી વધુનો મુદ્દામાલ પરત, રાજકોટ પોલીસે ચોરી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની દિવાળી સુધારી
  2. કચ્છની 'તેરા તુજકો અર્પણ' સંસ્થાના પ્રેરક કાર્યને બિરદાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.