સુરત : રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના લાજપોર ખાતે રાજ્યભરના તેલમાં કાર્યરત સિપાહી સુબેદાર અને હવાલદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરી છે. આ સાથે તેઓએ જેલના સ્ટાફ સહિત બંદીવાનોની મુલાકાત લીધી હતી અને તેમને મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છા આપી હતી.
ભથ્થામાં મોટા વધારાની જાહેરાત : દિવાળીના એક દિવસ પહેલા રાજ્યભરના જેલમાં કાર્યરત કર્મચારીઓ માટે મોટો દિવસ હતો કારણ કે રાજ્ય સરકાર દ્વારા આજે તેમના ભથ્થામાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતે આવેલા લાજપોર જેલમાંથી કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ ત્યાંના કર્મચારીઓએ ફટાકડા ફોડી અભિવાદન કર્યા અને સાથે જ હર્ષ સંઘવીએ બંદીવાન અને કર્મચારીઓને મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છા આપી હતી.
સુબેદાર વર્ગને 60 રૂપિયા તેના બદલે 5000 રૂપિયા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણના કર્મચારીઓને જે ભથ્થામાં મંજૂરી આપી છે તે 29 ઓગસ્ટ 2022 થી લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જેલ સહાયકને ₹500 જ્યારે સિપાહી વર્ગના કર્મચારીને અગાઉ જે રૂપિયા 60 અપાતું હતું તેના બદલે 4000 આ સાથે હવલદાર વર્ગના કર્મચારીને જે 60 રૂપિયા અપાતું હતું તેના બદલે 4500 આવી જ રીતે સુબેદાર વર્ગને જે અગાઉ 60 રૂપિયા અપાતું હતું તેના બદલે 5000 રૂપિયા સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું તરીકે આપવા સરકારે નિર્ણય લીધો છે.
વોશિંગ એલાઉન્સ 25 વધારીને 500 રૂપિયા : સાથે તેઓએ જણાવ્યું હતું કે, રજા પગારમાં જેલ સહાયકોને દોઢસો લેખે જાહેર રજાના દિવસે ચૂકવવામાં આવનાર વળતરમાં પણ વધારો કરીને 665 રજા પગાર હવે સરકાર ચૂકવશે. એટલું જ નહીં, જેલ પ્રભાગના વર્ગ 3 ના જેટલા પણ કર્મચારીઓ છે તેમને વોશિંગ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતા રૂપિયા 25 વધારીને 500 રૂપિયા ચૂકવવામાં આવશે.