સુરત : સાઇબર સંજીવની 2.0 પોલીસ બસનું નાગરિકોને સાઇબર ક્રાઇમથી જાગૃત કરવા અને સલામત રાખવા માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નવી ટેકનોલોજીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ સાયબર સંજીવની 2.0 અભિયાન હાથ ધર્યુ છે.
સાઇબર સંજીવની 2.0 પોલીસ બસ : આ બાબતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજના યુગમાં સાઇબર ક્રાઇમ વધવાના બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમના બનાવોએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. હેકિંગ, ફિશિંગ, કોલ સ્પર્મિંગ સહિતના બનાવોની સાથોસાથ ડીપ ફેક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા. સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે.
તમામ વિસ્તારમાં ફરીને લોકોને જાગૃત કરશે : સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓએ ઉપાડો લીધો છે. પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમથી બચવા નિયમિતપણે લોકોને જાગૃત કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ કેમ્પેઇન ચલાવી રહી છે. 2012માં સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના 272 ગુન્હાઓ દાખલ થાય હતા. તેમાંથી 126 ગુન્હાઓ ડિકેટ કરવામાં આવ્યા હતા. 2022માં સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના 346 ગુન્હાઓ દાખલ થાય હતા. તેમાંથી 218 ગુન્હાઓ ડિકેટ કરવામાં આવ્યા હતા. 2023માં સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના 124 લોકો ભોગ બન્યા હતા. તેઓ તાત્કાલિક સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. તે તમામ લોકોને સાઇબર ક્રાઇમ પોલીસ થકી જ 1 કરોડ 2 લાખ 200 રૂપિયા પરત આપવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ પોલિસને કરી ખાસ ટકોર : વધુમાં જણાવ્યું કે, તમામ પીઆઈ ને સૂચના છે કે, હું અકડાઓમાં માનનાર નથી, હું રાજ્યના એક જ કોલ ઉપર ફરિયાદ દાખલ થાય તેમાં મારનાર છું. મને કેટલી ટકાવારીમાં કેસ ડિટેક થાય તે સાંભળવામાં મને રસ નથી પણ કેટલી ઝડપથી રાજ્યના નાગરિક સાઇબર ક્રાઇમની ફરિયાદો દાખલ માટે પોલીસ સ્ટેશન પહોચે અને કેટલી મિનિટમાં તેમની ફરિયાદ દાખલ થાય તેમાં માનનાર છું. ગુજરાતમાં સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક 1930 નંબર છે. તેમાં 50 ટેલીકોલરો છે. આ જે 50 પોલીસ કર્મચારીઓ છે. 1930 ઉપર તમારી ફરિયાદો લઇ રહ્યા છે. તેની સંખ્યા હવેથી 300 થવા જઈ રહી છે. કારણકે, જે રીતે ટેકનોલોજીનો વધારો થાય છે તે રીતે સાઇબર ક્રાઇમનો વધારો પણ થવાનો જ છે. તે સમજીને અમે 50થી હવે 300 ટેલીકોલરો લઇ જઈ રહ્યા છે. જેથી મારા રાજ્યના નાગરિકને અર્ધી મિનિટ પણ ફોન ઉપર ના બગડે.