સુરત : બેટી બચાવો બેટી પઢાવો સંદેશ લઈને સીઆરપીએફ મહિલા બટાલિયન બાઈક લઈને સુરત પહોંચી હતી. કન્યાકુમારીથી બાઇક રેલી નિકળી હતી. આ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે. સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ રેલીને લીલી ઝંડી બતાવી હતી.
સીઆરપીએફ મહિલા બટાલીયન : સુરત ઉમિયા માતા મંદિર ખાતે આજે સીઆરપીએફ મહિલા બટાલીયન લઈને પહોંચી હતી. બેટી બચાવો બેટી પઢાઓ સંદેશો આપવા માટે તેઓ કન્યાકુમારીથી આ બાઈક રેલી લઈને નીકળી છે. આ રેલી આજે સુરત પહોંચી હતી અને રેલીનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 75 બાઈકર્સ રેલી રૂપે નીકળી હતી અને 15 રાજ્ય, 2 યુટીએસમાં રેલી ફરી રહી છે. 10 હજાર કિલો મીટરનું અંતર કાપશે. આ બાઈક રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેલી પુરી થશે. સુરત ખાતે આ બાઈક રેલીને લીલી ઝંડી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આપવામા આવી હતી.
મહિલાઓ લોકોને સંદેશ આપી રહી છે કે 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા હશે ત્યારે દેશભરના લોકો ત્યાં હાજર રહેશે. લોકસભામાં પણ પીએમ મોદીએ મહિલાઓને રિઝર્વેશન આપ્યું છે. 33 ટકા સીટ આપી મહિલા ઓને નવી તક આપી છે. સીઆરપીએફ મહિલા બાઇકર્સ ને શુભકામના આપીએ છીએ. બાઈક પર નીકળેલી મહિલાઓ લોકોને સંદેશ આપી રહી છે કે દેશ હમણાં હાથમાં પણ સુરક્ષિત છે. આજે મહિલાઓ સાંજે પહોંચશે ત્યારે તેમનો પણ અનુભવ સારો રહેશે.આ સફરમાં ગુજરાતની યાદો પણ આ મહિલાઓમાં રહેશે...સી. આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ, ભાજપ )
મહિલાઓને આગળ વધવા નવા અવસર: સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી મોટી એવી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતા જે પ્રતિમા બની છે ત્યાં હજારો લોકો જોવા આવે છે. દેશભરના લોકો આ પ્રતિમા સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા કરી છે. 31 ઓકટોબરના રોજ વડાપ્રધાન પોતે કેવડિયા આવી રહ્યાં છે અને સરદાર વલ્લભભાઈને શ્રધાંજલિ આપશે. સાથે જ વડાપ્રધાન મહિલાઓને આગળ વધવા નવા અવસર આપે છે.