સુરત: સુરતના પાલનપોર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં લિફ્ટનો દરવાજો બંધ કરવા જતા બાળકનો હાથ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જ્યારે બાલ્કનીના આગળના ભાગે દંપતી અંદર લોક થઈ ગયું હતું. ફાયરના જવાનોએ મહામહેનતે આ ઓપરેશન પાર પાડીને દંપતીને બચાવી લીધું હતું. પોણો કલાક જેટલો આ ઓપરેશનમાં લાગી ગયો હતો. બાલ્કનીમાં સ્લાઈડિંગ ડોર બંધ થતા દંપતિ પોતાના જ ઘરમાં લોક થઈ ગયા હતા. જોકે પાડોશી એ ફાયર વિભાગને જાણ કરીને આખી સ્થિતિ કહી હતી. પછી જીવ ના જોખમે ફાયર જવાનો એ દોરડા વાગે આખું ઓપરેશન કર્યું.
બાળકનો હાથ લિફટમાં ફસાયો: સુરતમાં 6 વર્ષીય બાળકનો હાથ લિફ્ટમાં ફસાયો હતો. પરંતુ તને બચાવા માટે આવેલા ફાયરની ટીમને જોવામાં દંપતી બાલ્કનીનો દરવાજો લોક થઇ જતા ફસાઈ ગયા હતા. દંપતીઓને ફાયર વિભાગ દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરી બહાર લાવામાં આવ્યો હતો. શહેરના એલ પી સવાણી રોડ ઉપર આવેલ પાલનપુર જગાતનાકા પાસે મોનાલ રેસીડેન્સીમાં રહેતો છ વર્ષનો બાળકનો હાથ લિફટમાં ફસાયો હતો. બાળકે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. તેમનો હાથ બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યા હતા.
દંપતિનું રેસ્ક્યુ: અંતે બિલ્ડિંગના લોકોએ ફાયર વિભાગને જાણ કરતા અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. પરંતુ એ પહેલા જ લિફ્ટનો દરવાજો ખુલી જતા બાળકનો હાથ નીકળી ગયો હતો. પરંતુ બચાવા માટે આવેલા ફાયર વિભાગને જોવા માટે સામેના રેસીડેન્સી બિલ્ડીંગમાં દંપતિ બાલ્કનીમાંથી જોઈ રહ્યું હતું. ત્યારે તેમનો દરવાજો લોક થઇ જતા તેઓ ફસાઈ ગયા હતા. તેઓએ ફાયર વિભાગને જાણ કરી અને બૂમો પાડી હતી. જે બાદ ફાયર વિભાગ દ્વારા દંપતિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Surat Crime : ગામમાં હાથમાં બંદૂક લઈને રોફ જમાવવો યુવકને પડ્યો ભારે
છોકરાનો હાથ બહાર: આ ઘટના ગઈકાલે રાત્રે 9:00 વાગ્યા ની આસપાસ બની હતી.જેથી અમને ફાયર કંટ્રોલ દ્વારા ફક્ત છોકરા લિફ્ટમાં ફસાયો છે. તેની માહિતી આપવામાં આવી હતી. જેથી અમે એલ પી સવાણી રોડ ઉપર આવેલ પાલનપુર જગાતનાકા પાસે મોનાલ રેસીડેન્સીમાં પહોંચ્યા હતા. પરંતુ અમારા પહોંચતા પહેલા જ લિફ્ટ ચાલુ થઈ જતા છોકરો બહાર આવી ગયો હતો. પરંતુ આ ઘટનામાં છોકરાનો હાથ લિફ્ટના દરવાજામાં લોક થઇ ગયો હતો. લિફ્ટનો દરવાજો સેન્સર વાળો હતો. તે ચાલુ થતા જ છોકરાનો હાથ બહાર આવી ગયો હતો--અડાજણ ફાયર વિભાગના ઓફિસર ઈશ્વર પટેલ
આ પણ વાંચો Surat Crime: હનીટ્રેપનો શિકાર વિદ્યાર્થીએ એટલે કર્યો આપઘાત, પરિવારને થઇ જાણ
દંપતી ફસાયું: વધુમાં જણાવ્યુંકે, જોકે આ ઘટનામાં બિલ્ડીંગના અન્ય એક એક ઘટના પણ સામે આવી હતી. કે છોકરાને જોવા માટે એક દંપતી બિલ્ડીંગના પાંચના માંથી જોઈ રહ્યું હતું. ત્યારે તેમનો દરવાજો લોક થઈ ગયો હતો. તેઓ રૂમમાં જતા ખુલ્યો ન હતો. તેમણે મદદ માટે બૂમો પાડી હતી. જેથી અમે તેમને બચાવ માટે રેસીડેન્સ બિલ્ડીંગના ઉપર ગયા હતા. ત્યાંથી દોરડું નાખીને 7 માળેથી અમારો ફાયરનો જવાન હરીશ જેઓ નીચે 5 માળે જઈ તેમની રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેમના ઘરનો બાલ્કનીનો દરવાજો પણ ખોલવામાં આવ્યો હતો. આ ઘટનામાં છોકરાને હાથમાં નાની ઈજાઓ પોહચી હતી.